ભાવનગર: શહેરમાં સંતકવરરામ ચોક નજીક આવેલા રસાલા કેમ્પ સિન્ધુનગરમાં આવેલા આશરે 11 જેટલા કેસને પગલે મહાનગરપાલિકા તંત્રમાં દોડધામ મચી છે. રસાલા કેમ્પમાં રહેતા સિંધી સમાજના લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. એક સાથે આવેલા 11 કેસને પગલે સંક્રમણ વધવાની પુરી શક્યતાઓ ઉભી થાય છે. આવી સ્થિતિમાં મનપા દ્વારા મોટાભાગના રસાલા કેમ્પ વિસ્તારમાં લોખંડના પતરા લગાવી દેવામાં આવ્યા છે. શહેરની વચ્ચે આવેલા રસાલા કેમ્પ સામે DSP અને IGની કચેરી પણ આવેલી છે, ત્યારે રસાલા કેમ્પને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવી દેવાયો છે.
રસાલા કેમ્પમાં આવેલા કોરોના પોઝિટિવ કેસને પગલે કેમ્પ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવાયો - Corona's case
ભાવનગરના સિંધી સમાજનું મોટું રહેણાંક રસાલા કેમ્પમાં છે, ત્યારે રસાલા કેમ્પમાં આશરે એક સાથે આવેલા 11 કેસને પગલે રસાલા કેમ્પનો મોટાભાગનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવાયો છે અને આરોગ્યની ટીમોના ઘાડેધાડા ઉતારી ઘરે ઘરે તપાસ મનપા દ્વારા કરવામાં આવી છે.