ETV Bharat / state

ભાવનગરમાં 30 કરોડના ખર્ચે મંજૂર થયેલા સિક્સલેન રોડનું કાર્ય અટક્યું - Bhavanagar latest news

ભાવનગર શહેરમાં રાજકારણ આવું પણ હોય છે કે, લાભ માટે પૈસા કે પ્રજાની સુવિધા જોવામાં આવતી નથી. સિક્સલેન રોડ ચૂંટણીનો લાભ લેવા જાહેર કરી શરૂ કરી દીધો અને પૂરો કરાયો નથી. કારણ છે, જમીન સંપાદન કે આયોજન વગર અગાઉની બોડી મંજુર કરીને જતી રહી છે. નવી હાલની બોડીને સરકારમાં ખોળો પાથરવાનો સમય આવ્યો છે. વિપક્ષે જણાવ્યું કે, અણઆવડતનું પરિણામ છે અને પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કર્યો છે.

સિક્સલેન રોડનું કાર્ય અટક્યું
સિક્સલેન રોડનું કાર્ય અટક્યું
author img

By

Published : Jun 19, 2021, 1:03 PM IST

  • સિક્સલેન રોડનું 6 મહિના પહેલા કામ શરૂ કર્યું
  • 30 કરોડના ખર્ચે રોડ મંજુર કરી કામ શરૂ કર્યું હતું
  • જમીન સંપાદનના માટે 15 કરોડ ઉપર ખર્ચ કરવો પડે

ભાવનગર : ચૂંટણી માથે હતી તેની પહેલા મહાનગરપાલિકામાં બેઠેલી ભાજપની બોડીએ પાસ કરીને 6 મહિના પહેલા કામ શરૂ કર્યું અને હવે રોડ સિક્સલેન થશે. પરંતુ અધુરો એટલે કે, કહેવાનો સિક્સલેન રોડ ત્યારે વિપક્ષે વાર કર્યો છે. અને શાસક સરકારની આશાએ બેઠી છે નહિતર પ્રજાને અધકચરો લાભ મળશે.

સ્થાનિક રહેણાંકો અને GIDCની જમીન સંપાદન કરાઈ

ભાવનગરના પ્રવેશદ્વાર આખલોલ જકાતનાકાથી લઈને દેસાઈનગર સુધી મહનગરપાલિકાની ગત વર્ષની બોડીએ પાસ કર્યો અને 30 કરોડના ખર્ચે ભાવનગરને સિક્સલેનની ભેટ આપી પણ ક્યાંક આ ભેટ વિચાર્યા વગર આપવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણીના એક વર્ષ પહેલાં મહનગરપાલિકાની બોડીએ 30 કરોડના ખર્ચે રોડ મંજુર કરી કામ શરૂ કરી દીધું છે. પરંતુ રોડ સિક્સલેન પૂરો થાય તેમ નથી. કારણ કે, એક તરફની બાજુમાં સ્થાનિક રહેણાંકો અને GIDCની જમીન સંપાદન કરાઈ નથી. જો એ મેળવવા જાય તો સોના કરતા ઘડમણ વધી જાય તેમ છે.

આ પણ વાંચો : મોરબીથી લીલાપર ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં

ચૂંટણી પહેલાની બોડીએ ચૂંટણીમાં લાભ લેવા સિક્સલેન રોડ મંજુર કરી કામ શરૂ કર્યું

ભાવનગરનો સિક્સલેન રોડ ચિત્રા ફુલસર વોર્ડ નં.-1માં આવે છે, જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. તેથી મહનગરપાલિકાની ચૂંટણી પહેલાની બોડીએ ચૂંટણીમાં લાભ લેવા સિક્સલેન રોડ મંજુર કરી કામ શરૂ કર્યું હતું. પરંતુ અણઆવડત વગર શરૂ કરાયું હતું. વિપક્ષના ગત ટર્મમાં નેતા રહેલા અને હાલમાં વિપક્ષમાં રહેલા જયદીપસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે, એક તરફની લાઇનમાં રોડ કરવા ડીપી અકિમને ટીપીમાં રાતોરાત ફિવી એટલે કે પૈસા આપવા પડે નહીં પણ તેવા નિર્ણયથી કેટલાક કોર્ટમાં ગયા છે.

સિક્સલેન રોડનું કાર્ય અટક્યું
સિક્સલેન રોડનું કાર્ય અટક્યું

કન્સલ્ટન્ટને પૂછ્યા વગર રોડ જાહેર કરી કામ કરાયું

બીજી બાજુ સંપૂર્ણ રસ્તા માટેની જમીન સંપાદન થઈ નથી જેમાં GIDC પણ આવે છે. મસ્તરામ બાપાના મંદિર વાળા કટકામાં તો બન્ને બાજુ જગ્યા મળી નથી. આ તો ચૂંટણીમાં લાભ લેવા પ્રજાના પૈસાનું પાણી કર્યું છે. કન્સલ્ટન્ટને પૂછ્યા વગર રોડ જાહેર કરી કામ કરવામાં આવ્યું એટલે કે, ચૂંટણીમાં લાભ લઇ શકાય પરંતુ હવે રોડ કરવા જતા પૂરેપૂરો તો વધારાના જમીન સંપાદનના 15 કરોડ ઉપર ખર્ચ કરવો પડે તેમ છે.

આ પણ વાંચો : તાલાલાથી ગલીયાવડનાં રોડનું અધુરૂં કામ બે મહિનાથી બંધ, અઢી કિ.મી.નાં માર્ગ પર ચાલવું પણ કઠીન

રોડ પૂરો કરવા જમીન સંપાદન કરવી પડે અને મફતનગરના કેટલાક મકાન હટાવવા પડે

ભાવનગર સિક્સલેન રોડ જોયા વગર કર્યો હોવાનું હાલમાં આવેલા નવા મેયરના સ્પષ્ટ શબ્દો પરથી માલુમ પડે છે. કારણ કે, સિક્સલેન રોડ પુરે પૂરો કરવો હોય તો જમીન સંપાદન કરવી પડે અને મફતનગરના કેટલાક મકાન હટાવવા પડે ત્યારે હાલની ચૂંટણીમાં લાભ લેવામાં સફળ થવાની ભાજપ હવે રોડ પૂરો કરવાનો લાભ લેવા માંગે છે.

સિક્સલેન રોડનું કાર્ય અટક્યું

GIDCની કોમર્શિયલ જગ્યા માટે પૈસાની આશરે 30 કરોડની જરૂરિયાત

વિઘ્નો અને અણઆવડતના કારણે રોડ પુરે પૂરો તો કરી શકે કેમ પણ અધકચરો જરૂર પ્રજાને મળશે. ત્યારે મેયર કીર્તિબેન દાણીધરીયાએ જણાવ્યું હતું કે, અમે સરકારમાં જશું અને GIDCની કોમર્શિયલ જગ્યા માટે પૈસાની આશરે 30 કરોડની જરૂરિયાત ઉભી થાય છે. તે માટે રોડ પુરે પૂરો થાય તેવી કોશિશ કરીને પ્રજાને અધકચરો નહિ પણ સંપૂર્ણ સિક્સલેન રોડ આપવા કોશિશ કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.