ભાવનગર : જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પાકિસ્તાને કરેલા કૃત્યને પગલે ઘોઘાગેટ ચોકમાં વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાને જે રીતે પોતાના નકશામાં જૂનાગઢ સહિત ભારતના કેટલાક વિસ્તારોને પોતાના નક્શમાં દર્શાવ્યા છે તેનો રોષ પ્રગટ કર્યો હતો.
નેપાળની જેમ પાકિસ્તાન પણ ભારત વિરુદ્ધ એક નવી ચાલ ચાલી રહ્યું છે. 2 દિવસ પહેલા પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી છે. પાકિસ્તાને તેના નવા નકશામાં જૂનાગઢ અને માણાવદરને દર્શાવવામાં આવ્યાં હતા.