ભાવનગરઃ શહેરમાં કોરોના કેસો દિવસની એવરેજમાં વધી રહ્યા છે. ભાવનગરમાં 25 જુલાઈના રોજ 41 કેસ આવ્યા છે. તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બતાવી છે કે આંકડા ઘટવા પાછળ કારણ શું છે અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યા છે.
ભાવનગર શહેરમાં આંકડો 1,173 પર પહોંચી ગયો છે કોરોનાના કેસ દિવસમાં ઓછામાં ઓછા 20 કેસ છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. 20 થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચુકેલો છે.
શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. 25 જુલાઈના દિવસે 41 કેસ નોંધાયા હતા. શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહિ કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.
સૌથી અચંબાની વાત એ છે કે આકડો સ્થિર થયો છે કેસ શહેર અને જિલ્લામાં સીમિત થઈ ગયા છે કેસ અચાનક ઓછા આવવવાથી લોકોમાં ગુસ્સો છે કે આંકડા હવે છુપાવાઈ રહ્યા છે. જો કે તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી.
આંકડો આજે 1,100 ને વટાવી 1,173 પર પહોંચ્યો છે સ્વસ્થ થવાના કેસ વધી રહ્યા છે મતલબ સાફ છે કે અંદર ખાને ચાલતી ક્યાંક ગોલમાલ જરૂર છે અગાવ 26 આવેલા કેસોમાં પણ સ્પષ્ટતા તંત્રએ કરી નથી કોઈ હિસાબ આપવામાં નહિ આવ્યો ગોલમાલ શબ્દો લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. લોકોની માગ છે નામ જાહેર કરો તો બીજા જાગૃત રહે આવી સ્થિતિમાં લોકોને મરવા છોડી દીધા હોઈ તેમ લાગી રહ્યું છે.
ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 706 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 23 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 423 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે.
તો સ્વસ્થ થવાનો આંકડો 720 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.
ભાવનગરમાં રોજના 20 થી 25 કેસ આવી રહ્યા હતા હવે તે ધીરે ધીરે 15 પહોંચી કુલ 40 ની અંદર રહે છે ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે કે ગોલમાલમાં ક્યાંક તેઓ લપેટમાં ના આવી જાય પણ સવાલએ છે કે આખરે તંત્ર આપેએ આંકડા સત્ય છે કે પછી?