ભાવનગર શહેરના ભાજપ સંગઠનમાં ફેર બદલીનો પ્રારંભ શરૂ થયો હતો. જેમાં ભાજપ સંગઠનમાં આગામી મનપાની ચૂંટણીને પગલે વોર્ડ કમિટીઓની સંરચના કરવામાં આવી હતી. મનપાના 13 વોર્ડમાં વોર્ડ કમિટીઓ નવી બનાવી લેવામાં આવી હતી. 13 વોર્ડમાં પ્રમુખોની નિમણુંક કરી દેવામાં આવી હતી. તેમજ શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદાર લોકોએ અરજીઓ કરી હતી.
શહેર ભાજપ પ્રમુખ માટે 21 લોકોએ દાવેદારી નોંધાવી હતી. દાવેદારોની અરજીઓ પ્રદેશ કક્ષાએ મોકલી દેવામાં આવી હતી. શહેર પ્રમુખ સનત મોદીએ જણાવ્યું હતું કે, આવેલી અરજીઓ મોકલી દેવામાં આવી છે. અને હવે પ્રદેશ કક્ષાએથી આગામી 25 અને 30 નવેમ્બર વચ્ચે કવર સાથે સંગઠનના નવા પ્રમુખનું નામ જાહેર કરશે.
નવા સંગઠનની નિમણુંક આગામી આવી રહેલી સ્થાનિક ચૂંટણીના ટાણે થવા પામી છે. તેમજ નવું માળખું એક વર્ષ પહેલાં ગોઠવી દેવામાં આવ્યું છે. ભાજપ મહામંત્રીઓ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, નવા સંગઠન ચૂંટણી સમયે યોજાતા કોઈ તકલીફ પડશે નહીં. અમને આશા છે કે, ગત વર્ષે સક્રિય કાર્યકર 13 વોર્ડના 430 બુથ પર 900 હતા. જેના સ્થાને આ વર્ષે આશરે 2000 ઉપર પહોંચ્યા છે. પ્રાથમિક કાર્યકારની સંખ્યા પણ 43000 માંથી 1,25000 જેવી થતા સ્પષ્ટ છે કે, 25 વર્ષથી સતત આવતી ભાજપ આગામી આવનારી ચૂંટણીમાં કોઈ પણ સમસ્યા વગર જીતીને આવશે અને પ્રજાના કાર્યો કરશે.