- ભાવનગરની 36મી રથયાત્રાનું સમિતિનું આયોજન પણ સરકારની હાલ મંજૂરી નહિ
- રથયાત્રા સમિતિના અધ્યક્ષે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી
- સરકારની મંજૂરી મળે તો કોરોના ગાઈડલાઈન સાથે રથયત્રા યોજવામાં આવશે
ભાવનગરઃ શહેરમાં 36મી રથયાત્રા(rathyatra)નું સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. પણ સરકાર દ્વારા હજૂ સુધી મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે સમિતિના અધ્યક્ષ સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. જેમાં હરુભાઈ ગોંડલીયાએ સ્પષ્ટ જણાવ્યુ હતું કે, મંજૂરી મળે તો પણ કોરોના ગાઈડલાઈન સાથે રથયત્રા(rathyatra)યોજવામાં આવશે.
આ પણ વાંચોઃ રથયાત્રા યોજવા અમદાવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ
મંજૂરી મળે તો કેમ નીકળશે રથયાત્રા
ભાવનગર શહેરની રથયાત્રા ગુજરાતની બીજા નંબરની રથયાત્રા (rathyatra) છે. ભાવનગરમાં 17 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળે છે, ત્યારે ગત વર્ષે પણ નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ન હતું, ત્યારે હાલમાં બીજી લહેર પૂર્ણ થયા બાદ માહોલ કોરોનામુક્ત જેવો છે, ત્યારે સરકારમાંથી મંજૂરી મળે તેવી આશા રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઇ ગોંડળીયાએ વ્યક્ત કરી હતી.