ETV Bharat / state

ભાજપના સ્ટાર પ્રચારક હિતેન કનોડિયાએ ભાવનગરમાં કર્યો રોડ શો - gujarati news

ભાવનગર: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. લોકસભા ચુંટણી માટે ભાજપ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ભાવનગર શહેરમાં દલિત અને કોળી સમાજના લોકોને આકર્ષવા માટે ગુરુવારે ઈડરના ધારાસભ્ય અને ભાજપ સ્ટાર પ્રચારક હિતેન કનોડિયાને બોલાવવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના આખલોલ જકાતનાકાથી લઈને હિતેન કનોડિયાના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 19, 2019, 10:59 AM IST

હિતેન કનોડિયા ગુરવારે દલિત વિસ્તારમાં રોડ શો કર્યો હતો. હિતેન કનોડિયાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, તેમના ટ્રાન્સલેટરને પણ તેમનું ટ્રાન્સલેશન કરતા નથી આવડતું, ત્યારે આપણે રાહુલને વડાપ્રધાન કેવી રીતે બનાવીએ?

હિતેન કનોડિયાનો ભાવનગરમાં રોડ શો

કોંગ્રેસ જેટલો પ્રચાર કરે તેમાં ફાયદો ભાજપનો થશે તેવુ જણાવ્યું હતું, આ સિવાય સરકારના પાંચ વર્ષમાં જે કામ થયા છે તેને દેશ નહી વિશ્વ વાહ વાહ કરી રહ્યું છે.

એન્કર-

 લોકસભા ચુંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા પુરા જોશ સાથે પ્રચાર કાર્ય કરવામાં આવી રહ્યું છે ભાવનગર શહેરમાં દલિત અને કોળી સમાજના લોકોને આકર્ષવા માટે આજે ભાજપ સ્ટાર પ્રચારક તરીકે હિતેન કનોડિયાને બોલાવવામાં આવ્યા હતા.ભાવનગર શહેરના આખલોલ જકાતનાકાથી લઈને તેના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું હિતેન કનોડિયા આજે શહેરના દરેક સલામ વિસ્તાર અને દલિત વિસ્તારમાં રોડ શો મોડી રાત સુધી કરવાના છે હિતેન કનોડિયા સાથેની વાતચીતમાં તેને રાહુલ ગાંધી પર પ્રહાર કાર્ય હતા અને કહ્યું હતું કે તેના ટ્રાન્સલેટરને પણ તેનું ટ્રાન્સલેશન કરતા નથી આવડતું ત્યારે આપણા ગુજરાતીને દેશનો વડાપ્રધાન કેમ ના બનાવીએ કોંગ્રેસ જેટલો પ્રચાર કરે તેમાં ફાયદો ભાજપનો હોવાનું જણાવ્યું હતું આ સિવાય સરકારના પાંચ વર્ષમાં જે કામ થયા છે જેનું દેશ નહી વિશ્વ વાહ વાહ કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.