- ભાવનગરમાં વરસાદથી સ્થાનિકોને ગરમીથી રાહત
- ખેડૂત વેપારીની મગફળી પલળી જતાં નુકસાન
- મેઘરાજાના આગમનથી ડુંગળીના પાકને પણ નુકસાન
ભાવનગરઃ શહેરમાં બફારાની વચ્ચે આવેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને બીજી બાજુ ખેડૂત વેપારીની ચિંતામાં વધારો થયો હતો. વરસાદના પગલે યાર્ડમાં રહેલી મોટા ભાગની મગફળી પલળી જતા બગડવાની શક્યતા વધી ગઈ છે. જો કે, યાર્ડના તંત્ર દ્વારા આ અગાઉ જાણ કરવામાં આવી હતી. વરસાદની આગાહીના હોવા છતાં આવી ગયેલી મગફળી ભીંજાઈ ગઈ હતી. આ ઉપરાંત ડુંગળીને પણ નુકસાન થયું હતું.
![ભાવનગરમાં વરસાદ વચ્ચે યાર્ડમાં મગફળી પલળી ગઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:06:31:1603010191_rgjbvn01varsadmagfaliavbchiragrtu7208680_18102020132454_1810f_00783_504.jpg)
ભાવનગરમાં મેઘરાજાની એન્ટ્રી
ભાવનગર શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે સવારથી મેઘરાજાનું આગમન થયું હતું. ભાવનગર શહેર જિલ્લામાં 100 ટકા સિઝનનો વરસાદ નોંધાઇ ચૂક્યો છે, ત્યારે સવારમાં આવેલા વરસાદથી ફરી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, ગત ઘણા દિવસોથી બફારાના વધેલા પ્રમાણ અને મોસમ વિભાગની આગાહી બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને બફારાનો 50 ટકા સુધી અંત આવ્યો હતો. તંત્રના ચોપડે જિલ્લાનો કુલ સિઝનના વરસાદ 595 મિ.મી.નો હોય છે, ત્યારે 714 મિ.મી વરસાદ આજદિન સુધી નોંધાયો છે. એટલે કે, સિઝનનો 120 મિ.મીવરસાદ વધુ વરસી ગયો છે.
![ભાવનગરમાં વરસાદ વચ્ચે યાર્ડમાં મગફળી પલળી ગઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:06:32:1603010192_rgjbvn01varsadmagfaliavbchiragrtu7208680_18102020132454_1810f_00783_624.jpg)
![ભાવનગરમાં વરસાદ વચ્ચે યાર્ડમાં મગફળી પલળી ગઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:06:32:1603010192_rgjbvn01varsadmagfaliavbchiragrtu7208680_18102020132454_1810f_00783_243.jpg)
આ અંગે યાર્ડના તંત્રનું શું કહેવું છે
યાર્ડના તંત્રએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વરસાદની આગાહીના પગલે યાર્ડમાં મગફળી ના લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. કારણ કે, શેડમાં જગ્યા ના હોવાથી મગફળી બહાર રાખવા જેવી સ્થિતિ હોવાને પગલે જાણ કરવામાં આવી હતી, આમ છતાં મગફળી લાવવામાં આવતે ભીંજાઇ હતી અને ભારે નુકસાન થયું હતું.