ETV Bharat / state

ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદઃ ભાવનગરના હરિભક્તો અને સત્સંગીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - Application form to the District Collector

બોટાદ જિલ્લાના ગઢડાના ગોપીનાથજી મંદિરના વિવાદ મામલે હવે ભાવનગરના હરિભક્તો મેદાનમાં આવ્યાં છે, અગાવ રમેશભગત ચેરમેન જાહેર થયા હોઈ ત્યારે તેની સાથે બનેલા ગેરવર્તણુક બનાવને વખોડીને હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

ગઢડા ગોપીનાથજી મંદિરના હરિભક્તો અને સત્સંગીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

author img

By

Published : Dec 23, 2020, 2:52 PM IST

Updated : Dec 23, 2020, 3:09 PM IST

  • ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મામલે હવે ભાવનગરના હરિભક્તો મેદાનમાં
  • હરિભક્તો અને સત્સંગીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
  • યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો આંદોલનની ચીમકી

ભાવનગરઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટની અગાવ થયેલી મીટીંગમાં જે રીતે આચાર્યપક્ષની બહુમતી હોવાથી નિયમ પ્રમાણે આચાર્યપક્ષના રમેશભગતને ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેની સાથે ગેરવર્તણુક કરીને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતા તેનો વીડિયોને લઈને ભાવનગર જિલ્લાના હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

યોગ્ય પગલા ભરવાની કરાઈ માંગ

હરિભક્તોએ જણાવ્યું કે, જે બનાવ બન્યો છે તેને લઈને હરિભક્તોમાં ભારે રોષ છે અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહિ આવે તો આંદોલન કરવા સુધીના પગલા ભરવાની ચીમકી ઉચ્ચારી છે. આ બનાવને લઈ હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદન પત્ર આપવા આવનારા સત્સંગીઓ હતા અને તેમને ગોપીનાથજી મંદિરમાં બનેલી ઘટનાને લઈને ધર્મ સ્થાનને પગલે આવેદન પત્ર આપીને પગલા ભરવાની માંગ કરી છે.

Last Updated : Dec 23, 2020, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.