ETV Bharat / state

HAPPY BIRTHDAY BHAVNAGAR: ભાવનગરના 300 વર્ષ પૂરા, જોરદાર સેલિબ્રેશન થયું - Bhavnagar establishment day

અખાત્રીજે ભાવનગરનો 301માં વર્ષમાં પ્રવેશ થયો છે. જેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નગરની ઈમારતોને રંગબેરંગી લાઈટ્સ સાથે સુશોભીત કરાઈ હતી. રાજવીકુળથી લઈને આજના આધુનિક યુગ સુધી આવેલા પરિવર્તનને વાગોળવામાં આવ્યા હતા.

HAPPY BIRTHDAY BHAVNAGAR: ભાવનગરના 300 વર્ષ પૂરા, જોરદાર સેલિબ્રેશન થયું

author img

By

Published : Apr 23, 2023, 6:53 AM IST

ભાવનગરઃ વૈશાખ ત્રીજ એટલે અખાત્રીજના દિવસે ભાવનગરનો સ્થાપના દિવસ હતો. અખાત્રીજ બે દિવસ હોવાથી રવિવારે ઉજવણી હોવાથી ભાવનગરમાં બે દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. સવારે સૂર્યોદય સમયની તિથિ દિવસ દરમિયાન પાળવાની હોવાથી અખાત્રીજને મનાવવામાં આવે છે. ભાવનગર અખાત્રીજે 301વર્ષમાં પ્રવેશ્યું છે. એક દિવસ પૂર્વે અને ત્રિદિવસીય કાર્યક્રમોની ઉજવણી વચ્ચે ઇતિહાસ,ખાણીપીણી અને ફરવા અને જોવાલાયક સ્થળો દ્વારા શહેર જિલ્લાની વિશેષતાને જાણો.

આ પણ વાંચોઃ Bhavnagar News : 18,000 વિદ્યાર્થીઓની ચિંતા, ઉનાળાનો તાપ વધતા શાળાઓમાં પરીક્ષા

આ રીતે થઈ સ્થાપાનાઃ "Happy Birthday Bhavnagar" વૈશાખ ત્રીજના દિવસે ભાવનગર 301માં વર્ષમાં પ્રવેશ્યું છે. ઇ.સ 1723માં મહારાજા ભાવસિંહજી પહેલાએ સિહોરથી પોતાની રાજધાની વડવા ગામે બદલી હતી. વડવા ગામે નવા સામ્રાજ્યની સ્થાપના થઇ અને "ભાવનગર"શહેરનો પાયો નાખવામાં આવ્યો હતો. ભાવનગરમાં આજે રંગારંગ ઉજવણી ભાવનગરમાં થઈ રહી છે. રજવાડાનું પરિવાર પણ ઉજવણી કરી રહ્યું છે.

HAPPY BIRTHDAY BHAVNAGAR: ભાવનગરના 300 વર્ષ પૂરા, જોરદાર સેલિબ્રેશન થયું
HAPPY BIRTHDAY BHAVNAGAR: ભાવનગરના 300 વર્ષ પૂરા, જોરદાર સેલિબ્રેશન થયું

મારી પ્રજાનું કલ્યાણ થાજોઃ ભાવનગરની સ્થાપના આજથી 301 વર્ષ પહેલાં ભાવનગર શહેરના વડવા ગામે થઈ હતી. દરિયાકાંઠે આવેલું નાનકડું વડવા ગામ ઇ.સ 1723માં મહારાજા ભાવસિંહજીને મનભાવી ગયું હતું. વડવા ગામે પાયો ભાવનગર શહેરનો મહારાજા ભાવસિંહજીએ નાંખ્યો અને દરિયાઈ માર્ગે વ્યાપારના પરિવાહનનો પ્રારંભ કર્યો હતો. ભાવનગરમાં રાજ ભોગવનાર છેલ્લા નવમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતાં. મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સૂત્ર હતું "મારી પ્રજાનું કલ્યાણ થાજો". પોતાના રાજ્યને હસતા મોઢે દેશના એકીકરણ માટે પ્રથમ રજવાડું મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપ્યું હતું. કેન્દ્ર સરકારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને તમિલનાડુના ગર્વનર બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ Akshaya Tritiya 2023: અખાત્રીજ એટલે અક્ષય તૃતીયાએ પાંચ યોગ,

જોવા લાયક સ્થળોઃ ભાવનગર દરિયાઈ કિનારો આશરે 110 કિલોમીટરનો છે. શહેરના દરિયાકાંઠે બંદરોમાં ભાવનગર,ઘોઘા,સરતાનપર,મહુવા છે. જ્યારે ફરવાલાયક સ્થળોમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડ, ઘોઘા રો-રો ફેરી સર્વિસ, શહેરમાં ગંગાજળિયા તળાવ, વિક્ટોરિયા પાર્ક, અકવાડા લેક, કૈલાશવાટીકા, બોરતળાવ અને કાળિયાર અભ્યારણ, કદંબગીરી કમળાઇ માતાજી છે. જ્યારે મંદિરો અને ફરવા લાયક સ્થળોમાં જોઈએ તો તખ્તેશ્વર મહાદેવ, જશોનાથ મહાદેવ, ગંગાદેરી, મોતીબાગ ટાઉનહોલ, નિલમબાગ પેલેસ, આયુર્વેદિક કોલેજ, શામળદાસ કોલેજ, પિલગાર્ડન, બોરતળાવ, રુવાપરી, ખોડિયાર મંદિર, ગોપનાથ, નિષ્કલંક મહાદેવ, બગદાણા બજરંગદાસ બાપા, મોગલધામ, ઊંચા કોટડામાં ચામુંડા, મહુવા ભવાની મંદિર જેવા સ્થળો છે.

નાસ્તાથી લઈ ભોજનઃ ભાવનગર શહેરમાં ફરવા અને જોવાલાયક સ્થળો બાદ સ્વાદ માટે પણ જાણીતું છે. ભાવનગરના બટેટા ભૂંગળા, પાવગાંઠિયા, પાવ પકોડા, સેન્ડવીચ,સેવ ઉસળ,ગાંઠિયા ખૂબ વખણાય છે. સાંજે ચાર કલાક બાદ દરેક નાસ્તો ઉપલબ્ધ હોય છે જ્યારે બટેટા ભૂંગળા 24 કલાક ક્યાંકને ક્યાંક મળી જાય છે.આ સાથે કશું ન મળે તો જિલ્લામાં ભાવનગર ડુંગળી પકવતું હોવાથી અંતે લોકો ગાંઠિયા ડુંગળીમાં પણ પેટ ભરી લે છે. ભોજનમાં હિંમતની શાકપુરી, રેસ્ટોરન્ટમાં કાઠિયાવાડી થાળી, દાળપુરી, શાકપુરી હમેશા સાંજ અને બપોરના સમયે ઉપલબ્ધ હોય છે. ભાવનગર ગુજરાતમાં સસ્તું શહેર માનવામાં આવે છે. 20 થી લઈને 70 રૂપિયામાં થાળી હાલમાં મોંઘવારીમાં પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ AAP Leader Yuvrajsinh: ડમીકાંડમાં યુવરાજસિંહ સહિત 6 સામે એક કરોડ

ત્રણ દિવસ કાર્યક્રમઃ ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અંદાજે છેલ્લા પાંચ વર્ષથી ભાવનગર જન્મ દિવસ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરે છે. આજે પણ વૈશાખ માસની ત્રીજ એટલે અખાત્રીજે કાર્નિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. વડવા ગામમાં આવેલું વૈધનાથ મંદિરે પૂજા અર્ચના અને મહાઆરતી સાથે જીતુભાઇ વાઘાણી દ્વારા ભાવનગર કાર્નિવલને ખુલ્લું મૂક્યું હતું. આ સાથે પ્રથમ જીતુભાઇ વાઘાણીના ભાઈ ગીરીશભાઈ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિએ નતમસ્તક નમાવીને જન્મ દિવસની ઉજવણી પહેલા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. શહેરમાં વોલ પેઇન્ટિંગ, બોરતળાવ કૈલાશવાટીકામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.