ભાવનગર: H3N2 ના કેસમાં દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં મહાનગરપાલિકાનું તંત્ર ચિંતામાં મુકાયું છે. H3N2ના કેસમાં વધારો ન થાય એ માટે તબીબી વિભાગે તમામ તૈયારી ચાલુ કરી દીધી છે. હિમાલયસ સ્કાઇઝમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીનું મૃત્યુ થતાં તબીબી લોબી માં ચિંતાનો માહોલ છે. તબીબોની ટીમમાં પણ ભય વ્યાપી ગયો છે.
મૃત્યુને ભેટ્યા: પ્રથમ વૃદ્ધ H3N2ના કારણે મૃત્યુને ભેટ્યા છે. H3N2ના કેસો પણ મળી રહ્યા છે. ત્યારે કોરોનાના હાલ સુધીમાં 15 જેટલા એક્ટિવ કેસ છે. તેવામાં ગઈકાલે એક 85 વર્ષીય વૃદ્ધ હિમાલયસ સ્કાઇઝમાં રહેતા અને ખાનગી સારવાર હોસ્પિટલમાં લેતા તેમનું મૃત્યુ થયું છે. H3N2ના દર્દી હોવાને કારણે ખાનગી હોસ્પિટલમાં મોટી વયે સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં ભાવનગર મહાનગરપાલિકા એક્શનમાં આવી ગઈ છે.બીજી બાજૂ લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ
મહાનગરપાલિકાની એક્શન: ભાવનગર શહેરમાં ધીરે ધીરે કોરોના કેસો વધી રહ્યા છે. પરંતુ H3N2 ને લઈને માત્ર છ જેટલા કેસો નોંધાયેલા છે. જેમાં માત્ર એક 85 વર્ષીય વૃદ્ધ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જેનું મૃત્યુ થયું હોવાનું મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર વિજય કાપડિયા જણાવ્યું હતું. 85 વર્ષીય વૃદ્ધને હોવાને પગલે H3N2 હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા. તેમના મૃત્યુ થવાને કારણે તેમના રહેણાંકી વિસ્તાર હિમાલય સ્ટાઇઝમાં મહાનગરપાલિકા દ્વારા આસપાસના લોકોમાં શરદી ઉધરસ, તાવને પગલે તપાસ હાથ ધરવામાં આવશે. જો કે મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં આજદિન સુધીમાં છ કેસો માત્ર નોંધાયેલા છે--ડોક્ટર વિજય કાપડિયા
આ પણ વાંચો Bhavnagar Crime : કંપની માલિકે કર્મચારી સામે નોંધાવી હનીટ્રેપની ફરિયાદ, એક કરોડ એંઠી લીધા
કેન્દ્રો ઉપર ટેસ્ટ: વધુમાં મહાનગરપાલિકાના ડોક્ટર વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે કોરોનાને પગલે રોજ 300 જેટલા કોરોના ટેસ્ટિંગ કીટ મારફત આરોગ્ય કેન્દ્રો ઉપર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. સાથે H3N2ના લક્ષણો જણાય તો તેના ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. જો કે પ્રથમ મૃત્યુના કેસ બાદ મહાનગરપાલિકાએ પગલા ભરવાની શરૂઆત કરી છે.