- ઋતુજન્ય રોગોએ પણ માથું ઉચક્યુ
- રાગથી દર્દીઓમાં સતત વધારો
- તાલુકાના 111 ગામ છતા માત્ર 12 જ PHD સેન્ટર
ભાવનગર: હાલ વર્ષા ઋતુ હોવથી મેઘરાજાએ મહેરબાની તો કરી પણ સાથે ઋતુજન્ય રોગોએ પણ માથું ઉચક્યુ છે અને દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહુવા પંથકની જો વાત કરીએ તો તાલુકાના 111 ગામ છતા માત્ર 12 જ PHD સેન્ટર આવેલા છે.
બિમારીએ માથું ઉચક્યુ
કહી શકાય કે મહુવાની અંદર લોકોમાં સિઝનલ બિમારીએ માથું ઉચક્યુ છે. કોરોનાની મહામારીમાંથી લોકો હજી બહાર આવ્યા નથી. ત્યાં ઋતુજન્ય બિમારીએ ભરડો લેતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે અને કહી શકાય કે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વાયરલ ઇન્ફેકશનની જો વાત કરીએ તો ટાઈફોડ, મેલેરિયા, ડેન્ગ્યુ, જાડા ઉલટીના મોટા કેસ સામે આવી રહ્યા છે અને ઘેર ઘેર દર્દીઓના ખાટલા મંડાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, દર અઠવાડિયે 250 જેવા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ
બિમારીથી બચવા માટે જરૂરી માર્ગદર્શિકાઓ જાહેર
સરકારી હોસ્પિટલમાં મળતા સરેરાશ 500 થી 700 દર્દીઓની opd જોવા મળતી હોય છે. અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓની opd અલગથી ગણવામાં આવે છે. સરકરી હોસ્પિટલના મેડિકલ ઓફીસરના જણાવ્યા પ્રમાણે રોગ થવાના કારણો અને સ્વચ્છતા જાળવવા માટે લોકોએ પોતે સમજવું પડશે. જેથી બિમારીથી બચવા માટે જરૂરી માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવે છે. આમ છતાં પ્રતિવર્ષ કરતા આ વર્ષે કોરોના કેસમાં સતત વધારો જોવા મળશે.
આ પણ વાંચો: રાજ્યમાં પાણીજન્ય રોગો: 80 લાખથી વધુ લોકોના લોહીના પરિક્ષણ કરાયા : મનોજ અગ્રવાલ આરોગ્ય અગ્ર સચિવ
મહુવાના 111 ગામની અંદર 12 phc સેન્ટરો કાર્યર
બીજી તરફ તાલુકા હેલ્થ ઑફસર ડૉ. રમેશ કળસરિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, મહુવાના 111 ગામની અંદર 12 phc સેન્ટરો કાર્યરત છે. અને તમામ સેન્ટરો પર મેડિકલ ટીમ હાજર હોય છે. અને ગ્રામ વિસ્તારના લોકોને ગંભીર બિમારીના કિસ્સામાં તાલુકા અથવા જિલ્લાની મોટી હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે. ખાનગી હોસ્પિટલોના ડૉકટરોની જો વાત માનીએ તો હાલના પાણીજન્ય રોગોથી બચવા માટે દરેક વ્યક્તિઓએ તાવ, ટાઈફોડ જેવા રોગોથી બચવા માટે લોકોએ સ્વચ્છતા અને ભરાયેલા પાણીનો નિકાલ યોગ્ય સમયે થાય તો આવી બિમારીથી બચી શકાય માટે સ્વચ્છતા અને તાવ ન ઉતરે તો તાત્કાલીક નજીકના ડૉકટરોને બતાવી શકાય આહારમાં યોગ્ય આહાર લેવો જોઈએ જેથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે.