ETV Bharat / state

ભાવનગરના અલંગને 715 કરોડના ખર્ચે વધુ વિકસિત કરવામાં આવશે - શિપબ્રેકીંગ યાર્ડ

એશિયાનું સૌથી મોટો જહાજ ભાંગવાનું સ્થળ એટલે અલંગ, હાલના વર્ષે રાજ્યસરકાર દ્વારા બજેટમાં અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગના વિકાસ માટે રૂ. ૭૧૫ કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. જેનો ઉપયોગ અલંગ ખાતેના નાના પ્લોટને મોટા કરવા તેમજ 75 જેટલા પ્લોટમાં હોંગકોંગ કન્વેન્શન મુજબ આધુનિકરણ કરવામાં આવશે. રાજ્ય સરકારનું આ પગલું આવનારા સમયમાં અલંગ ઉદ્યોગને વધુ મજબૂત બનાવી પાકિસ્તાન અને બાંગલાદેશને હરીફાઈમાં પરાસ્ત કરવામાં મહત્વનો બની રહેશે.

અલંગ ને રૂ. ૭૧૫ કરોડના ખર્ચે વધુ વિકસિત કરવામાં આવશે.

author img

By

Published : Mar 8, 2020, 10:21 AM IST

Updated : Mar 8, 2020, 11:19 AM IST

ભાવનગરઃ એશિયાનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ કે જે જહાજોનું કબ્રસ્તાન માનવામાં આવે છે. અલંગના શિપબ્રેકીંગ ઉદ્યોગને વધુ વેગ આપવા રાજ્ય સરકારે બજેટમાં રૂ.715 કરોડની ફાળવણી કરી છે. આ જંગી રકમની ફાળવણીથી અલંગ આગામી દિવસોમાં વિકાસની હરણફાળ ભરી હરીફ દેશોને ટક્કર આપવા તૈયાર થશે. જેમાં અલંગમાં જે પ્લોટમાં હાલ શિપ કટિંગ કરવામાં આવી રહ્યાં છે, તે પ્લોટ નાના છે તેને ૧૦૦ મીટરના કરવામાં આવશે. જેથી આ પ્લોટમાં એકથી વધુ શિપ કટિંગ માટે બીચીંગ કરી શકાશે. જ્યારે હાલ સલામતી અને પર્યાવરણલક્ષી કામગીરી અંગે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને જેમાં હોંગકોંગ કન્વેન્શન મુજબ નિયમોનું પાલન કરી આધુનિક ટેકનોલોજી દ્વારા શિપ કટિંગની કામગીરી કરવામાં આવે તે માટે ૭૫ જેટલા પ્લોટનું આધુનિકરણ જેમાં આધુનિક મશીનરી અને મુવેબલ ક્રેઇનથી સજ્જ કરવામાં આવશે.

ભાવનગરના અલંગને 715 કરોડના ખર્ચે વધુ વિકસિત કરવામાં આવશે

આજ દિન સુધી અલંગમાં માત્ર કાર્ગો-પેસેન્જર શીપ જ ભંગાણ માટે આવતા હતા, પરંતુ હવે જયારે વોરશીપ અને રીસર્ચ વેસલ્સ જેવા જહાજો પણ ભંગાણ માટે આવશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ શિપબ્રેકીંગ વ્યવસાય મોટા પાયે છે, પરંતુ તે અલંગને ટક્કર આપવા સક્ષમ નથી, ત્યારે હોંગકોંગ કન્વેન્શનનું અમલીકરણ અને રાજ્ય સરકારની અલંગને વધુ વિકસિત કરવાની નીતિ આગામી દિવસોમાં અલંગ ઉદ્યોગને વધુ મજબૂત બનાવશે.

હાલ અલંગમાં 15,000 જેટલા પરપ્રાંતીય મજૂરો કામ કરી રહ્યા છે. જેમાં અલંગના વિકાસને વેગ મળતા આગામી સમયમાં 30,000થી વધુ મજૂરો અહીં કામ કરી શકશે, જેનો સીધો ફાયદો અલંગ સહીત તેની સાથે સંકળાયેલા તમામ એકમોને થશે.

Last Updated : Mar 8, 2020, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.