- ભાવનગરમાં શહેર બાદ ગ્રામ્યમાં જામ્યો ચૂંટણીનો માહોલ
- જિલ્લામાં ત્રીજો પક્ષ આવતા હાર અને સરસાઈનો ડર
- ભાવનગર ગ્રામ્યની નગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ઉપડ્યા
ભાવનગર: મહાનગરપાલિકા બાદ હવે જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત માટે જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી ઉમેદવારી માટે ફોર્મ ઉપડવાની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગર જિલ્લા પંચાયત સાથે મહુવા અને વલ્લભીપુર નગરપાલિકાના ફોર્મ ઉપડ્યા છે
ભાવનગર જિલ્લા પંચાયત અને જિલ્લાની નગરપાલિકામાં ફોર્મ ઉપડ્યા
ભાવનગર શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. રાજકીય પક્ષો ઉમેદવારો માટે તડાપીટ કરવામાં લાગી ગયા છે. ભાવનગર ગ્રામ્યની નગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ઉપડ્યા છે. નગરપાલિકાની વાત કરીએ તો, વલભીપુર નગરપાલિકામાં 6 વોર્ડમાં 16 બેઠક માટે 19 ફોર્મ ઉપડ્યા છે. જ્યારે મહુવા નગરપાલિકામાં 36 બેઠક માટે 98 ફોર્મ ઉપડ્યા છે
જિલ્લામાં ત્રીજો પક્ષ આવતા હાર અને સરસાઈનો ડર
ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટી હવે જિલ્લામાં પણ ઝંપલાવા જઇ રહી છે. આમ આદમી પાર્ટીએ વલભીપુરમાં તૈયારીઓ કરી લીધી છે તો જિલ્લા પંચાયત માટે પણ કમરકસી છે. આમ આદમી પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાના જણાવ્યા પ્રમાણે, પોલીસને ચોપડે નામ ન નોંધાયેલ ઉમેદવાર શોધવામાં સમય લાગવાને કારણે દરેક બેઠક પર ઉમેદવાર શોધવો મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સારા ઉમેદવાર મળતા દરેક બેઠક પર ભાજપ-કોંગ્રેસના બદલામાં ત્રીજો વિકલ્પ બનશું તેવી આશા વ્યક્ત કરી છે.