ETV Bharat / state

સુરતથી વતન પરત ફરેલી મહિલા રત્નકલાકારો માટે સખી મંડળની રચના કરાઇ - મિશન મંગલમ

કોરના વાઇરસના સંક્રમણને લઈને લોકડાઉન દરમિયાન સુરત ખાતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક રતન કલાકાર મહિલાઓની રોજગારી બંધ થઇ જતા વતન પરત ફરતા રોજગારી માટે મુશ્કેલી ઉભી થઇ હતી. ત્યારે સરકાર દ્વારા “મિશન મંગલમ“ યોજના હેઠળ સખી મંડળની રચના કરી હીરા ઉદ્યોગને ધબકતો કરી રોજગારી માટેના પ્રયાસો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

સુરતથી વતન આવેલ મહિલા રત્નકલાકારો માટે સખી મંડળની રચના

author img

By

Published : Jun 6, 2020, 7:39 PM IST

ભાવનગરઃ જિલ્લામાં કોવિડ-19ની મહામારીના આ સમયમાં મનરેગા યોજના હેઠળ રોજગારી આપવાના હેતુથી સરકાર દ્વારા જિલ્લા કક્ષાએથી વધુમાં વધુ શ્રમિકો મનરેગા યોજનાના કામોમાં જોડાય તેવા બહોળા પ્રમાણમાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ કોરોના વાઇરસની મહામારીમાં લોકડાઉન દરમિયાન સુરત શહેરમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી બંધ થતા પોતાના વતન પાછા ફરવા મજબૂર બન્યા છે.

સરકાર દ્વારા સુરત ખાતે હીરા ઘસી પોતાનું ગુજરાન ચલાવતી મહિલાઓ માટે સરકાર દ્વારા પોતના જ વતનમાં હીરા ઘસી રોજગાર મેળવી શકે તે માટે “મિશન મંગલમ“ યોજના હેઠળ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ 100 જેટલી મહિલાઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઇડેન્ટિટીફાય કર્યા બાદ તેઓને પોતના જ વતનમાં રોજગાર મેળવી રહે તે માટેની વ્યસ્થાઓ કરવામાં આવી રહી છે.

સુરતથી વતન આવેલ મહિલા રત્નકલાકારો માટે સખી મંડળની રચના

સુરતથી વતન પરત ફરેલી મહિલાઓને હીરા ઉદ્યોગની શરૂઆત કરવા જરૂરી સાધન સામગ્રી લેવા માટે સરકાર દ્વારા લોન પણ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. તેમજ આગામી દિવસોમાં મહિલાઓનાં રોજગાર માટે સખી મંડળની રચના કરી હીરા ઉદ્યોગને ધમધમતા કરવા તંત્ર દ્વારા હીરા ઉદ્યોગકારો સાથે વિચાર વિમર્સના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સરકારના મિશન મંગલમ યોજનાથી ભાવનગર શહેરમાં હીરા ઉદ્યોગને વેગ પણ મળશે તેમજ સુરતથી પાછા ફરેલ લોકોને ફરી પાછા રોજગાર માટે નહીં જવું પડે અને ભાવનગરનો વિકાસ વધારવામાં પણ અસરકારક સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.