ETV Bharat / state

Forest guard Recruitment Paper Scam: વન રક્ષક પેપર લીક મામલે પોલીસનો ખુલાસો, પેપર લીક નથી થયું કોપી કેસ થયા - Bhavnagar LCB

ભાવનગરનામાં વન રક્ષક ભરતીમાં પેપર ફૂટ્યા હોવાના વિવાદ મામલે(Forest guard Recruitment Paper Scam) પોલીસ તપાસ યુવા એકેડેમીના સંચાલક અને તેના મિત્રને ઝડપી લીધા છે. જ્યારે ચોરી કરનાર પરિક્ષાર્થી હજુ ફરાર છે. પોલીસે કહ્યું કે પેપર ફૂટ્યું નથી. પેપર જવાબ સાથે સોશિયલ મીડિયામાં મોકલ્યું ત્યારે પરીક્ષા શરૂ થઈ ગઈ હતી.

Forest guard Recruitment Paper Scam: વન રક્ષક પેપર લીક મામલે પોલીસનો ખુલાસો પેપર લીક નથી થયું કોપી કેસ થયા

author img

By

Published : Mar 31, 2022, 1:28 PM IST

ભાવનગર: ગુજરાત વન રક્ષક ભરતીમાં પેપર ફૂટ્યું હોવાના થયેલા વિવાદ બાદ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદના પગલે ભાવનગર LCB અને (Bhavnagar LCB )પાલીતાણા પોલીસે તપાસ (Palitana Police)આદરતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જો કે પોલીસે આ મામલામાં પેપર ફૂટ્યું નહિ હોવાનું પરંતુ કોપી કેસ હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું છે.

વન રક્ષક પેપર લીક મામલો

પેપર લીક મામલે LCB અને પાલીતાણા પોલીસની તપાસ - ગુજરાતમાં ગત 27/3/2022 ના રોજ લેવાનાર વન રક્ષક પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર યુવરાજ સિંહે કર્યો હતો. ભાવનગરના પાલીતાણામાં આવેલ(Vanrakshak Recruitment Exams 2022)એકેડેમીમાંથી પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ભાવનગર LCB અને પાલીતાણા પોલીસે તપાસ આદરી હતી. જેમાં પાલીતાણાના ભદ્રાવળના રહેવાસી અને પાલીતાણા યુવા એકેડેમીના સંચાલક મહેશ રવજી ચુડાસમાને પૂછપરછ કરતા તેના મિત્ર વરતેજવાળા સામાજિક કાર્યકર નિલેશ મકવાણાને મોબાઈલમાં પેપર મોકલ્યા હતા તેના કેટલાક જવાબ શોધીને યુવા એકેડેમીના ગ્રુપમાં મોકલવામાં આવ્યા હતા. નિલેશ મકવાણાએ પુછપરછમાં જણાવ્યું હતું કે તેમને પેપર વનરક્ષકના પેપર જ્ઞાનગુરુ સેકન્ડરી શાળામાં પરીક્ષા આપી રહેલા જુના પાદરગઢ તળાજા તાલુકાના રહેવાસી હરદેવસિંહ પરમારને મોકલ્યું હતું. પેપર મોકલ્યું ત્યારે હરદેવસિંહ ચાલું પરીક્ષાએ પેપર આપી રહ્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં વન રક્ષકની પરીક્ષાના પેપરનું પેકેટ તૂટેલું હોવાનો દાવો, ઉમેદવારે કર્યો આક્ષેપ

શું કહ્યું પોલીસે પેપર મામલે અને ફરિયાદી કોણ કેટલા ઝડપાયા - ભાવનગર વન રક્ષક ભરતીમાં પોલીસને વનરક્ષકના પેપર દરમિયાન તકેદારી અધિકારી ધવલકુમાર અડવાણીએ ફરિયાદ નોંધાવી હતી કે ચાલુ પરીક્ષા ખંડમાં પ્રશ્ન પત્રના ફોટા પાડી અંગત મિત્રોને સોશિયલ મીડિયા મારફત મોકલ્યા હતા. ASP સફિન હસને જણાવ્યું હતું કે પોલીસની તપાસમાં યુવા એકેડેમી સંચાલક મહેશ ચુડાસમા અને તેના સાથી મિત્ર નિલેશભાઈ પાસે પેપર વિશે પૂછતાં જાણવા મળ્યું હતું કે પેપર શરૂ થઈ ગયા બાદ સોશિયલ મીડિયા મારફત પરીક્ષા આપતા હરદેવસિંહ પરમાર સુધી પહોંચ્યું હતું. યુવા એકેડેમી ગ્રુપમાં મુકવામાં આવ્યું હતું એટલે આ પેપર લીક નથી પણ કોપી કેસ જેવી ઘટના છે જેમાં બંને શખ્સોને ઝડપી લીધા છે એકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Forest guard Recruitment Paper Scam : ત્રણને ઝડપી પૂછપરછ કરાઇ, તપાસમાં કોપી કેસ સામે આવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.