ભાવનગર : જિલ્લાના સિહોર ભાવનગર સ્ટેટની એક સમયની રાજધાની (Leopards in Shihori Mata Hill) હતી. ડુંગરની હારમાળા વચ્ચે સ્થાપિત ડુંગર પર શિહોરી માતા બિરાજમાન છે અને નીચે તળેટીમાં સિહોર શહેર વસેલું છે. પરતું હવે ડુંગર પર જવું ભયાવહ બન્યું છે. શિહોરી માતાના ડુંગર પર પગથિયામાં દીપડો નહિ દીપડાઓ ફરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. (Sehore Forest Department)
સિહોરી માતાના ડુંગરના પગથિયામાં દીપડાઓ ભાવનગરના સિહોરના શિહોરી માતાના ડુંગરના તળેટીથી સિહોર ગામની શરૂઆત થાય છે. તળેટીના મોટાભાગમાં પાછળ જંગલ છે, ત્યારે શિહોરી માતાના ડુંગર પરના પગથિયાંઓમાં રાત્રે દીપડાઓ આંટાફેરા મારી રહ્યા છે. દીપડાના આંટાફેરા ડુંગર પગથિયામાં દેખાતા તળેટીમાં રહેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. 22 નવેમ્બરે રાત્રે 3 કલાકે ત્રણ દીપડાઓ પગથિયામાં ફરતા હોવાનું CCTVમાં દ્રશ્યમાન થયું છે. આ CCTV વિડીયો વાયરલ પણ થઈ ચૂક્યા છે. (Shihori Mata Temple)
વનવિભાગ એક્શનમાં સિહોરની શિહોરી માતાના ડુંગર પાછળ આવેલા જંગલમાં દીપડાઓ રહે છે. RFO સિહોર રેન્જના ભરત સોલંકીએ જણાવ્યું હતું કે, CCTV વિડીયો 22મી નવેમ્બર 2022ને રાત્રીના 3.25 કલાકના છે. વિડિયોમાં દેખાતા ત્રણ દીપડાના બચ્ચાઓ છે. ઘટના બાદ વન વિભાગે તપાસ કરીને રાત્રી પેટ્રોલિંગ વધારી દીધું છે. આમ જોઈએ તો શિહોરી માતાના ડુંગરના પાછળનો ભાગ જંગલ વિસ્તાર છે એટલે દીપડાઓ ત્યાં વસવાટ કરે છે. (Shihori Mata Hill)