- ભાવનગર યુનિવર્સિટીમાં ફૂટબોલ માટે એક કરોડના ખર્ચે ગ્રાઉન્ડ તૈયાર
- આગામી દિવસોમાં સંતોશ ટ્રોફીની મેચ રમાશે નવા ગ્રાઉન્ડમાં
- ગુજરાતનું એક માત્ર એવું ગ્રાઉન્ડ જ્યાં ફૂટબોલની રાષ્ટ્રીય કક્ષાની મેચ રમાઈ શકશે
ભાવનગરઃ ભાવનગર યુનિવર્સિટીએ(Bhavnagar University) એક કરોડના ખર્ચે દરેક સુવિધાસભર ફૂટબોલ ગ્રાઉન્ડ (Football ground)તૈયાર કરતા શિક્ષણ પ્રધાનના(Education Minister Jitu Waghani) હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની સંતોષ ટ્રોફીની મેચ(National level santosh trophy match ) પણ આ ગ્રાઉન્ડ પર યોજવા જઈ રહી છે.
ભાવનગરમાં ક્રિકેટ જેમ ફૂટબોલ ગ્રાઉન્ડનું કરાયું લોકાર્પણ
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીને (Bhavnagar Maharaja Krishnakumar Singhji University)વિકાસ કામો માટે 30 કરોડના કાર્યો હાથમાં લીધા છે. તેના ભાગરૂપે હાલમાં ક્રિક્રેટ ગ્રાઉન્ડની બાજુમાં ફૂટબોલ ગ્રાઉન્ડ (Football ground)બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના(Education Minister Jitu Waghani) હસ્તે કરવામાં આવ્યું હતું. શિક્ષણપ્રધાન પેન્ટ શર્ટમાં મહેમાન બનીને ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓને મળીને ફૂટબોલની કીક મારીને પોતાની રુચિ અને ખેલ પ્રત્યેની અભિરુચિ છતી કરી હતી.
બે હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકશે
ભાવનગર યુનિવર્સિટીએ એક કરોડના ખર્ચે બનાવેલા ગ્રાઉન્ડમાં આશરે 2 હજારથી વધુ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકશે.યુનિવર્સિટીના કુલપતિ માહિપતસિંહ ચાવડા(Chancellor Mahipat Singh Chavda)એ જણાવ્યું હતું કે એક કરોડના ખર્ચે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં ચૅજિંગરુમ પણ બનાવવામાં આવતા હવે રાષ્ટ્રીય કક્ષાની મેચ રમાઈ શકે છે. 300 ની ક્ષમતા વાળા ગ્રાઉન્ડમાં આગામી દિવસોમાં રમાનાર સંતોષ ટ્રોફીની પણ એક મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેદાન ગુજરાતનું એક માત્ર મેદાન હશે જ્યાં રાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મેચો રમાય અને ખેલાડીઓ આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Olympics 2036: ઓલિમ્પિકના આયોજન માટે ગુજરાતના 22 સ્થળો યોગ્ય જણાયા
આ પણ વાંચોઃ કન્યાદાન કરવાથી સ્વર્ગની સમસ્ત ઉપલબ્ધિ વ્યક્તિને પ્રાપ્ત થાય છે.