- મૃતકે પત્નીના અવૈદ્ય સંબંધમાં આપ્યા છુટ્ટાછેડા
- છુટ્ટાછેડા આપ્યા બાદ પણ માનસિક ત્રાસ આપતા જીવન ટૂંકાવ્યું
- મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા કોર્ટે પત્નીને કરી કડક સજા
ભાવનગર :ગણેશનગર વિસ્તારમાં રહેતા દિલીપસિંહ જાડેજાએ તેમની પત્નીના અવૈદ્ય સંબંધમાં છુટ્ટાછેડા આપ્યા બાદ પણ માનસિક ત્રાસ આપતા જીવન ટૂંકાવી લીધું હોવાનું મૃતક દિલીપસિંહના ભાઈએ ફરિયાદમાં નોંધાવ્યા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે કડક સજા પ્રેમી અને પત્નીને કરી છે.
ભાવનગરમાં શું બની હતી ઘટના 2018માં કે પતિએ જીવન ટુંકાવ્યું
ભાવનગરમાં ગણેશનગર વિસ્તારમાં રહેતા 6/6/2018ના રોજ દિલીપસિંહ જાડેજાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. ઝેર પીધા બાદ પોતાનું જીવન ટુંકાવનાર દિલીપસિંહના બનાવ પાછળનું કારણ તેમની પત્ની હોવાનું સામે આવ્યું હતું. દીલીપસિંહના મૃત્યુ બાદ તેના નાના ભાઈએ હિતેન્દ્રસિંહ જાડેજાએ15/6/2018 ના રોજ ફરિયાદ દાખલ કરી હતી કે, મૃતકની પત્ની સોનલબાનો ધર્મનો બનાવેલો ભાઈ બલભદ્રસિંહ ગોહિલ મૂળ ઘોઘા તાલુકાના મોરચંદ ગામનો તેના ઘરે રેહવા માટે આવ્યો હતો અને સમય જતા બહેન સાથે જ પ્રણયના સબંધો ઉભા થતા તેના ભાઈ દિલીપસિંહને જાણ થઇ હતી. જેમાં બંન્નેના ઝગડાઓ વધી ગયા હતા. તેની પત્નીએ વારંવાર માનસિક ત્રાસ આપતા તેના ભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મૃતકે તેને 12/3/2018 નાં રોજ છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં તેની પત્નીએ ખાધા ખોરાકી માંગી હતી. ફરિયાદીએ આમ તેના ભાઈને માનસિક ત્રાસ આપીને મોત માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
મૃતકને લઈને નોંધાયેલી ફરિયાદમાં કોર્ટનો ચુકાદો
દિલીપસિંહ જાડેજાને તેના ઘરે તેની પત્નીનો ભાઈ બનીને આવેલો બલભદ્રસિંહ ગોહિલ પત્ની સોનલબા સાથે પતિ જેમ રહેતો હોવાની જાણ થઇ ગઈ હતી. તેથી ઝગડાઓ વધી ગયા હતા અને અંતે છૂટાછેડા આપ્યા બાદ ખાધા ખોરાકી માંગવામાં આવી હતી. દિલીપસિંહને ન્યાય અપાવવા તેના ભાઈએ નોંધાવેલી ફરિયાદ બાદ અંતે કોર્ટમાં કેસ ચાલી ગયા પછી મૃતકના ભાઈને સફળતા મળી છે. કોર્ટે પ્રેમી અને પ્રેમિકા દિલીપસિંહ ગોહિલના પત્નીને 10 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો છે.