ભાવનગરઃ કથાકાર મોરારીબાપુ દ્વારા પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાની તારાજીમાં જીવ ગુમાવનારના પરિવારને રૂપિયા 4 લાખથી વધુ રકમની સહાયની જાહેરાત કરવામાં આવી છે. અમ્ફાન વાવાઝોડાથી જે તારાજી થઈ છે. તેમાં 85 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ તમામ મૃતકોના પરિજનોને હનુમાનજીની સાંત્વના રૂપે પાંચ પાંચ હજાર આપવામાં આવ્યા છે. જ્યારે હજુ સર્વે બાદ જરૂર પડે વધુ લોકોને પણ રકમ પહોંચાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.