- મહુવા માર્કેટીંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરરાજી ખેડૂતોએ અટકાવી
- લાલ ડુંગળીના ગરુવારે ભાવ 283 હતા અને શુક્રવારે 50 રૂપિયાથી હરરાજી શરૂ કરતાં ખેડૂતોએ કર્યો હોબાળો
- શુક્રવારે લાલ કાંદાના ભાવ મુદ્દે હોબાળો મચાવી ને હરરાજી બંધ કરાવી દીધી હતી
ભાવનગર: ગુરુવારેના લાલ કાંદાનો ભાવ 283ના ભાવથી વેચાણ થયું હતું અને શુક્રવારે રૂપિયા 50ના ભાવથી હરરાજી શરૂ થતાં હોબાળો મચી ગયો હતો અને ખેડૂતોએ હરરાજી બંધ કરાવી ને હલ્લાબોલ મચાવી દીધો હતો. હોબાળો થતા યાર્ડના ચેરમેન હરરાજી સ્થળે આવી પહોંચ્યા હતા. યાર્ડના ચેરમેનના જણાવ્યા મુજબ કાંદાની ક્વોલિટી ઉપર તેના ભાવ આવતા હોય છે. સારા માલનો ભાવ ઉંચો આવે જ છે તેમ કહી ખેડૂતોને સમજાવીને હરરાજી ની કામગીરી ફરી શરૂ કરાવી હતી.
આ પણ વાંચો : જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ જણસોની મબલખ આવક
ખેડૂતો આક્રમક અને સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા
શુક્રવારથી હરરાજીનું કામ શરૂ થતાં જ ભાવના મુદ્દે ખેડૂતો આક્રમક મૂડમાં હતા. જોકે ખેડુતોના ટોળા વળતા અને માસ્ક પણ ન પહેરેલુ હોવાના કારણ સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા . તળિયાના ભાવ 200ના બદલે 50થી શરૂ કરવામાં આવ્યા હતા. જાફરાબાદના ખેડૂત પાંચાભાઈના કહેવા મુજબ જાફરાબાદથી મહુવા લાવવા નું ભાડું 80 રૂપિયા છે જ્યારે ડુંગળી 50માં વેચાય તો ખેડૂતો કઈ રીતે ડુંગળી વેચે ?. એમ યાર્ડના પદાધિકારીઓ પર આક્ષેપ કરીને ખેડૂતો ભાવ મુદ્દે આક્રમક થઈ ગયા હતા. જોકે વકલના ઉંચા ભાવ આવતા ખેડૂતો એ વેચાણ કર્યું હતું, પણ ડુંગળની ભાવ સારા ન આવતા ખેડુતો રોષે ભરાયા હતા અને ખેડૂતો એ ભાવ મુદ્દે હોબાળો કરતા 2 કલાક હરરાજીનું કામકાજ ખોરવાય ગયું હતું. 4 લાખ થેલી ડુંગળી યાર્ડમાં પડી હોવાને કારણે હરરાજી કરવી પણ જરૂરી હતી, બાદમાં ખેડૂતોને સમજાવી હરરાજીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું