ભાવનગર: ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આધુનિક યુગમાં વિદ્યાર્થીઓને પુસ્તક બહારના જ્ઞાનની જરૂરિયાતને પગલે બાહ્ય જ્ઞાન આપવા માટે જય વસાવડાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જય વસાવડા બાહ્ય જ્ઞાન અને માતૃભાષા ઉપર ETV BHARATને પોતાનો મત રજૂ કર્યો હતો.
વિદ્યાર્થીનીઓને આધુનિક યુગમાં સ્માર્ટ થવા સલાહ: ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે જય વસાવડાના એક વ્યાખ્યાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં દીકરીઓને ઉદ્ભવતા પ્રશ્નો અને વાલીઓને ઉભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જય વસાવડાનો કાર્યક્રમ યોજાયો હતો. આજની વિદ્યાર્થીનીઓને મોટીવેશન, સ્માર્ટ વર્ક અને સોશિયલ મીડિયાનો ઉપયોગ દુર ઉપયોગ તેમજ મળેલી સ્વતંત્રતા ક્યાંક સ્વચ્છદંતામાં પરિણમે નહિ તે બાબતનું ધ્યાન રાખવા જય વસાવડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જીવનમાં કોન્ફિડન્સ કઈ રીતે વધારી શકાય તેના વિશે પણ જય વસાવડાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હોવાનું નંદકુંવરબા મહિલા કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું.
આ પણ વાંચો Senior Actress Jamuna Passed Away : ટોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી જમુનાનું 86 વર્ષે થયું નિધન
'આગામી યુગ નોલેજનો' માટે વાંચન જરૂરી: નંદકુંવરબા મહિલા કોલેજના વ્યાખ્યાનમાં આવેલા જય વસાવડા ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજનો સમયમાં રીડિંગ ખૂબ જરૂરી છે. જો વાંચન હશે તો પોઝિટિવતા વધશે અને થોટ પણ વધશે. જેમ કે ભગવાનના ચરિત્રને સમજવા માટે તેની પુસ્તકનું વાંચન જરૂરી હોય છે તેને જીવનમાં ઉતારી શકાય છે. આગામી દિવસનો યુગ નોલેજનો યુગ છે માટે સ્માર્ટ બનવું નહીં તો ફેંકાઈ જશો. આ માટે જ્ઞાનની સાધના જરૂરી બની જાય છે. મોબાઇલથી ફોકસ જરૂર જતું રહે છે પરંતુ પુસ્તકથી ફોકસ જરૂર વધે છે.
આ પણ વાંચો Bullet Train Bharuch Station: બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર પુલનું નિર્માણ શરૂ
અભ્યાસક્રમ માતૃભાષામાં કરવા જોઈએ: લેખક જય વસાવડાએ ETV BHARAT સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કોર્ટનું હમણાં આવેલું જજમેન્ટ પ્રાદેશિક ભાષાને મહત્વ આપતું છે. સરકાર પણ અભ્યાસક્રમ માતૃભાષામાં કરવા કોશિશ કરી રહી છે. આપણો દેશ બહુસંસ્કૃતિય છે. લોકો કોર્ટમાં વધુ પૈસા ખર્ચતા હોય છે ત્યારે હાલમાં સારું અંગ્રેજી બોલનાર દલીલકારો કેસ જીતી જતો હોય છે.
'સરકારની નવી શિક્ષણ નીતિમાં પ્રાદેશિક માતૃભાષાને મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ તેમાં મહત્વની બાબત એ છે કે કેટલીક ટેકનીકલ ભાષામાં અનુવાદ કરવા જાવ તો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે. જેમ કે મોબાઈલ, ફેસબુક વગેરે તો તેનું ગુજરાતી અનુવાદ કરીએ તો સામેવાળા વ્યક્તિને સમજાશે નહીં. આથી આવી પારિભાષિક શબ્દોને મૂળ શબ્દમાં લખવામાં આવે અને બોલવામાં આવે તો વિદ્યાર્થીઓને તકલીફ થશે નહીં અને મૂંઝવણમાં મુકાશે નહિ.' -જય વસાવડા, લેખક