ભાવનગર: શહેરમાં લોકડાઉનના અંતિમ દિવસોમાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું અને ખુલ્લી દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. વેપારીઓને મોઢે ડૂચા દઈને મારવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ એક મહિનો કોઈ આવક થઈ નથી ત્યારે લોકડાઉનમાં દુકાન ખોલવાની છૂટ આપ્યા બાદ નિયમો બતાવવામાં આવતા અને દંડ લેવામાં આવતા વેપારીઓમા રોષની લગાણી ફોલાઇ છે.
ભાવનગર શહેરની મુખ્ય બજારોમાં મ્યુનિ અધિકારીઓ માસ્ક વગરના લોકોને પકડી દંડ કરી રહ્યા છે. એક તરફ લોકડાઉનમાં દુકાનમાં લેવા આવનાર વર્ગ નહિવત છે એવામાં તંત્રની કડક કામગીરી વેપારીઓને સતાવી રહી છે.
ભાવનગરના સીટી મામલતદાર, પોલીસ અને મ્યુનિના અધિકારીઓ સહિતની ટીમ ભાવનગરની દાણાપીઠ, વોરાબજાર જેવા વિસ્તારમાં ચેકીંગમાં હાથ ધર્યુ હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્ટ, સેનેટાઇઝરની વ્યવસ્થા ના કરી હોય તે વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ માસ્ક વગર બહાર ફરતા લોકોને પણ 500 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.
લોકોના વ્યવસાયો બંધ છે અને આર્થિક સ્થિતિ પણ નબળી પડી છે એવામાં તંત્ર જાણે લૂંટવા બેઠું હોઈ તેમ નિયમના ભંગ બદલ ઊચ્ચ અધિકારીઓએ 500 જેવી દંડની રકમ રાખી છે વેપારીઓ અને લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે 50 રૂપિયા જેવો દંડ હાલમાં હોવો જોઈએ આ તો પ્રજાને મોઢે ડૂચો દઈને મારવાની વાત થઈ હોય તેવું લાગી રહ્યું છે.