- રાજ્યભરામાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
- ભાવનગરમાં માસ્કની ટીમના કર્મચારીઓ કોરોના પોઝિટિવ
- એક કોરોનાગ્રસ્ત કર્મચારી મનપામાં લટાર મારતા જોવા મળ્યો
ભાવનગરઃ ભાવનગર શહેરમાં માસ્ક પહેરો નહિતર કોરોના થઈ જશે તેવું સમજાવતા અને માસ્ક કેમ નથી પહેર્યું મહામારી છે તેવું કહીને દંડ લેનારા માસ્ક ટીમના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. એટલું જ નહીં એક કર્મચારી પોઝિટિવ આવ્યા છતાં ઘરે જવાને બદલે મનપામાં લટાર મારતા હતાં.
ભાવનગર શહેરમાં માસ્કની ટિમ કાર્યરત છે, ત્યારે શહેરમાં તાપસ કરતી ટીમના સભ્યો ખુદ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. છ પૈકી બે કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકામાં ચિંતાનું મોજું આવી ગયું છે.
ભાવનગરમાં માસ્કની ટિમ કોરોનાથી સંક્રમિત
ભાવનગરમાં મહાનગરપાલિકાએ માસ્ક ચેકીંગ માટે ખાસ ટિમો બનાવેલી છે. ત્યારે ભાવનગરમાં એક ટીમના છ કર્મચારીઓનો આજે મનપાના પટાંગણમાં રેપીડ ટેસ્ટ સેન્ટરમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. છ પૈકી બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ટીમના રમેશભાઈ સોલંકી અને જીવાભાઈ વાળા બંને પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવતા બંનેને દવા આપી ક્વોરોન્ટાઇનની જાણકારી આપવામાં આવી હતી. એક કર્મચારી પોઝિટિવ આવતા ઘરે જતા રહ્યા હતા અને બીજા દર્દી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પણ ઘણા સમય સુધી મનપામાં લટાર મારવામાં રહ્યા હતા. મનપાને પ્રજાની ચિંતા છે પણ કર્મચારીની નહિ તેવું અહીંયા પ્રતીત થાય છે, કારણ કે મીડિયાની હાજરીમાં પણ કર્મચારી લટાર મારવામાં રહ્યા હતા.
કોરોના કહેરઃ ભાવનગરમાં માસ્કની ટીમના કર્મચારીઓ કોરોના પોઝિટિવ
ભાવનગર શહેરમાં માસ્ક પહેરો નહિતર કોરોના થઈ જશે તેવું સમજાવતા અને માસ્ક કેમ નથી પહેર્યું મહામારી છે તેવું કહીને દંડ લેનારા માસ્ક ટીમના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. એટલું જ નહીં એક કર્મચારી પોઝિટિવ આવ્યા છતાં ઘરે જવાને બદલે મનપામાં લટાર મારતા હતાં.
Bhvangar