બનાવની વિગતો મુજબ, ભાવનગર શહેરના સરીતા સોસાયટી નજીક રહેતા અને સવિતા સોસાયટીમાં રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મયુરસિંહ ગોહિલ નામના યુવાન પર કોઈ શખ્સોએ જુની અદાવતની દાઝ રાખીને તેના પર છરી વડે હુમલો જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં યુવાન કઈ સમજે કે વિચારે તે પૂર્વે જ અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે ગળા, માથાના ભાગે, પેટ તથા કમરના ભાગે છરીના ઉપરાછાપરી ઘા મારી દેતા તેને ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી ક્રાઇમ રેટ વધ્યો છે તેમાં પણ ચોરી, લૂંટફાટ, હત્યા અને મારામારીના બનાવો સામાન્ય બની ગયા છે. આ કિસ્સામાં પોલીસે તાત્કાલિક અસામાજીક તત્વો સામે કડક હાથે પગલા લેવા જોઈએ તેવી માગ ઉઠી છે.