ETV Bharat / state

શિયાળામાં સ્વાસ્થ્ય સુધારવાની તક તો હૃદયરોગના દર્દી માટે ડોકટરના સૂચનો

ભારત સહિત દેશમાં ઠંડીએ જોર પકડ્યું છે તેવામાં શિયાળામાં સ્વાસ્થ્ય બાબતે ડોકટર દ્વારા ટિપ્સ આપવામાં આવી છે. સ્વાસ્થ્યને સારું બનાવવું હોય તો ઉત્તમ તક છે અને હૃદયરોગના દર્દીઓએ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ડોકટર મનસુખભાઇ કાનાણીએ કેટલીક ટિપ્સ ETV BHARAT સાથેની વાતચીત દરમ્યાન આપી હતી.

શિયાળામાં સ્વાસ્થ્ય સુધારવાની તક તો હૃદયરોગના દર્દી માટે ડોકટરના સૂચનો
શિયાળામાં સ્વાસ્થ્ય સુધારવાની તક તો હૃદયરોગના દર્દી માટે ડોકટરના સૂચનો
author img

By

Published : Dec 28, 2020, 9:55 AM IST

Updated : Dec 28, 2020, 10:10 AM IST

  • શિયાળામાં સ્વાસ્થ્યને અને હૃદયરોગના દર્દીને ડોકટરનું સૂચન
  • શિયાળાને ભારતની ત્રણ ઋતુનો રાજા
  • લીલા શાકભાજીથી પ્રાપ્ત થાય છે દરેક પ્રોટીન અને વિટામિન

ભાવનગર :ભારત દેશમાં ત્રણ ઋતુઓનું રાજ છે આ ઋતુઓમાં શિયાળો ઋતુઓના રાજા છે. તેમજ સ્વાસ્થ્યને સુદૃઢ બનાવવાનો સમય છે પણ ખાસ કરીને હૃદયરોગના દર્દીઓ માટે ભયજનક સમય માનવામાં આવે છે. ત્યારે ડોક્ટરો પાસેથી જાણવા મળ્યું છે કે, કેટલી કાળજી રાખવી જોઈએ.

શિયાળામાં સ્વાસ્થ્ય સુધારવાની તક તો હૃદયરોગના દર્દી માટે ડોકટરના સૂચનો
શિયાળો સ્વાસ્થ્ય માટે સોના સમાન

ભાવનગર સહિત દેશભરમાં ઠંડીની ઋતુ આવે એટલે ગરમ ચીજો તરફ મનુષ્ય આપોઆપ આકર્ષાય જાય છે. આમ તો શિયાળાને ભારતની ત્રણ ઋતુનો રાજા માનવામાં આવે છે. ત્યારે શિયાળામાં સ્વાસ્થ્યને સુદ્રઢ રાખવા માટે ફિઝિશિયન ડૉ. મનસુખભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, શિયાળામાં લીલા શાકભાજી આરોગવા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લીલા શાકભાજીથી દરેક પ્રોટીન અને વિટામિન પ્રાપ્ત થાય છે. સવારમાં યોગા કરવા, સાયકલિંગ અને વોકિંગ પણ ખૂબ મહત્વનું છે.

હૃદયરોગ માટે ભયજનક શિયાળામાં શુ ધ્યાન રાખશો

ભાવનગર સહિત ભારતભરમાં શિયાળાની ઠંડી હૃદયરોગના દર્દી માટે હાનિકારક મનાય છે. કારણ કે શરીરમાં નસમાં વહેતુ લોહી ઠંડુ પડવું જોઈએ નહીં. આ માટે ગરમ કપડાં પહેરવા, તાપણું કરવું, લીલા શાકભાજી ખાસ આરોગવા ,સુખડી, અદડીયો જેવી ગરમ ચીજોને આરોગવી હિતાવહ છે. કારણ કે, હૃદયમાં વહેતા લોહીને ગરમ રાખવાની ખૂબ જરૂર હોય છે. વધુમાં વૃદ્ધ લોકોએ પણ આ બાબતે ખાસ ધ્યાન આપવું જોઈએ અને અન્ય લોકોને આ સમયમાં લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે અને લોહી સુધારણા માટે અતિ ઉત્તમ સમય માનવામાં આવે છે.

Last Updated : Dec 28, 2020, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.