ETV Bharat / state

Diwali 2023 : દિવાળીમાં ભાવનગરમાં બની નવી મીઠાઈઓ, મોંઘી ખરી પણ ખરીદવી તો પડે જ - નવી મીઠાઈઓ

ભાવનગર શહેરમાં દિવાળી નિમિતે મીઠાઈઓની લાઈનો મીઠાઈની દુકાનોમાં જોવા મળે છે. મીઠાઈના વ્યાપારીઓએ નવી મીઠાઈઓ બનાવી છે. ભાવ ઊંચા છે પણ પર્વ હોવાથી માત્રામાં ઘટાડો કરીને પણ લોકોની ખરીદી થઈ રહી છે.લોકોના સ્વાસ્થ્યને લઈને બનાવવામાં આવતી હોવાનું મીઠાઈના વ્યાપારીઓ જણાવી રહ્યા છે.

Diwali 2023 : દિવાળીમાં ભાવનગરમાં બની નવી મીઠાઈઓ, મોંઘવારી વચ્ચે ખરીદવી તો પડે જ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 7:51 PM IST

Diwali 2023 : દિવાળીમાં ભાવનગરમાં બની નવી મીઠાઈઓ, મોંઘી ખરી પણ ખરીદવી તો પડે જ

ભાવનગર : દિવાળીના પર્વમાં મીઠાઈની બજાર ગરમ રહેતી હોય છે, ત્યારે ભાવનગરમાં મીઠાઈના વ્યાપારીઓ દ્વારા દર દિવાળીના તહેવારોમાં કોઈને કોઈ નવી મીઠાઈનું સર્જન કરવામાં આવે છે. હાલની દિવાળીમાં પણ મીઠાઈના વ્યાપારીઓ દ્વારા નવી મીઠાઈઓ બનાવવામાં આવી છે. જો કે મોંઘવારીના કારણે મીઠાઈના ભાવ તો જરૂર છે પરંતુ દિવાળીનો તહેવાર હોવાથી ભાવેણાવાસીઓ ખરીદી કરવાનું પણ ચૂકી રહ્યાં નથી.

મીઠાઈની દુકાનો પર મીઠાઈઓનો ઢગલો : હિન્દુ ધર્મમાં દિવાળીનું પર્વ વર્ષનું સૌથી મોટું પર્વ અને નવા વર્ષની શરૂઆત કહેવામાં આવે છે,ત્યારે ભાવનગરમાં દિવાળીના સમયે મીઠાઈના વ્યાપારીઓ દ્વારા અવનવી મીઠાઈઓ બનાવવામાં આવે છે. આ વર્ષે પણ બરફી, ઘારી, કાજુકતરી સહિત નવી મીઠાઈઓ પણ વેપારીઓ દ્વારા બનાવવામાં આવી છે.

દિવાળીના દિવસોમાં અમે નવી મીઠાઈ કેમ પીરસવી તે દિશામાં ચાલીએ છીએ અને નવી મીઠાઈ બનાવીએ છીએ. તેમજ લોકોના સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ બનાવવામાં આવે છે. આ વર્ષે કાજુ ડ્રાયફ્રુટ એક્ઝોટીકા, કાજુ ડ્રાયફ્રુટ ચોકલેટ એક્ઝોટીકા, ચોકો બાઈટ, કાજુ ડ્રાયફ્રુટ કસાટા, કાજુ ડ્રાયફ્રુટ અંજીરપાત્રા જેવી મીઠાઈઓ બનાવવામાં આવી છે. જો કે તેની માંગ પણ હાલમાં લોકોમાં જોવા મળી રહી છે...પરેશભાઈ ખત્રી (મીઠાઈના વેપારી)

મીઠાઈ ઘણી મોંઘી પણ લેવી પડે : દિવાળી પર્વમાં હિન્દુ ધર્મના લોકો દ્વારા નવા વર્ષને વધાવવા માટે ભાવનગરવાસીઓ પોતાના શોખ અને ઈચ્છાઓને મારતા નથી, ત્યારે ભાવનગરમાં અલગ અવનવી મીઠાઈઓ દરેક મીઠાઈની દુકાનમાં જોવા મળે છે. જો કે મીઠાઈઓના ભાવ 350 થી લઈને 1500 સુધી અલગ અલગ દુકાનોમાં કિલોના જોવા મળ્યા છે. જ્યારે પરેશભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે હાલમાં દિવાળીના સમયમાં ડાયમંડ બજારમાં મંદી છે આમ છતાં પણ ભાવનગરવાસીઓ પર્વને હંમેશા ઉત્સાહપૂર્વક મનાવે છે. ત્યારે કાજુકતરીથી લઈને અન્ય મીઠાઈઓ 700 થી લઈને 1500 રૂપિયા કિલો હાલ અમે વેચી રહ્યા છીએ.

મીઠાઈ વગર ભાવેણાવાસીઓનું નવું વર્ષ અધૂરું : ભાવનગર શહેરમાં દિવાળી પર્વમાં મીઠાઈની દુકાનોમાં દિવાળીના દિવસે મીઠાઈઓ દુકાનની બહાર લાઈનમાં જોવા મળે છે. સામાન્ય માણસથી લઈને પૈસાદાર વ્યક્તિઓને પરવડે તે પ્રકારની દરેક મીઠાઈઓ મીઠાઈઓ દુકાનોમાં ઉપલબ્ધ છે. જો કે ભાવનગરમાં હાલમાં જ ડુપ્લીકેટ પનીર પકડાયા બાદ મીઠાઈ અને ફરસાણની દુકાનો ઉપર મહાનગરપાલિકાએ સેમ્પલિંગ કર્યું છે, ત્યારે અવનવી મીઠાઈઓ બજારમાં તો આવી ગઈ છે. પરંતુ દરેકની દિવાળી બાદના દિવસો સ્વસ્થ રહે તે પણ જરૂરી છે.

  1. Rajkot Diwali : ધોરાજીમાં ચોવીસ કેરેટના વરખવાળી 5 મીઠાઈ બનાવી, એક કિલોનો ભાવ જાણવો છે?
  2. Patan News: પાટણમાં 160 વર્ષથી બનતી મીઠાઈ 'દેવડા' આજે પણ છે હોટ ફેવરિટ, વિદેશમાં પણ થાય છે એકસ્પોર્ટ
  3. Diwali 2023 : મીઠાઈ ફરસાણ ખરીદીમાં ભેળસેળને લઇ સાવચેતી જરુરી, ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની 12 વર્ષની કામગીરી આ રહી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.