ભાવનગર: શહેર ઠેર ઠેર ગણપતિના પંડાલ જોવા મળતા નથી, કારણ છે કોરોના વાઇરસ. જેને સરેકની રેહણીકેણીમાં ફેરફાર કરીને એક મનુષ્યને બીજા મનુષ્યથી અંતર રાખવા મજબૂર કરી દીધો છે. ત્યારે જેની સૃષ્ટિ અંધકારમાં છે, તેવા અંધ બાળકોએ ગણપતિને ઇક્કો ફ્રેડલી રૂપમાં સ્થાપન કર્યું અને વિસર્જન અંધ ઉદ્યોગશાળાના પટાંગણમાં કરીને હિન્દૂ ધર્મની પરંપરાને મહામારી દરમિયાન જાળવી રાખી હતી.
આમ તો કોરોના મહામારીમાં અનેક ઉત્સવોને કાર્યક્રમો બંધ રહ્યા અને લોકોએ પણ ભીડથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. ત્યારે ભાવનગરના અંધ ઉદ્યોગ શાળામાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને સાદગી પૂરક સ્થાપિત કર્યા હતા અને ચાર પાંચ દિવસ બાદ હવે વિસર્જન પણ સાદગી પૂર્વક કરવામાં આવ્યું છે.
સાદગીપૂર્ણ ગણપતિ મૂર્તિનું વિસર્જન
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના કર્મવીરો દ્વારા સંસ્થાના કેમ્પસમાં મૂર્તિનું વિસર્જન કરી નવી પરંપરાનો આરંભ કર્યો છે. પ્રતિ વર્ષે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના કેમ્પસમાં વિઘ્નહર્તા ગણપતીબાપાનું સ્થાપન કરવામાં આવે છે. એટલું જ નહી સંસ્થાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ દ્વારા કોળીયાક સમુદ્રમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને લઇ સંસ્થાના જ કેમ્પસમાં ખાસ તૈયાર કરેલા વિસર્જનપાત્રમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ ટી.સોનાણી, ટ્રેઝરર પંકજભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય અંધજન મંડળના ટ્રસ્ટી હસમુખભાઈ ધોરડા સહીત સંસ્થાના કર્મવીરો ઉપસ્થિત રહ્યા હતા. મૂર્તિનું સ્થાપન અને વિસર્જન સંસ્થાના ઓફિસ સુપ્રીટેન્ડન્ટ હિતેનભાઈ ભટ્ટના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.