- ભાવનગરના અલંગ ખાતે RTOનું ચેકિંગ શરુ
- જોખમી ઓવરલોડેડ 11 વાહનો ડિટેઇન
- ટ્રક, ટ્રેક્ટર અને ટ્રેલર જેવા વાહનો ઝડપી પાડ્યા
ભાવનગર : ભાવનગરના અલંગ ખાતે RTO કચેરી દ્વારા અલગ-અલગ ત્રણ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોખમી રીતે મોટા વાહનોમાં ઓવર લોડ શીપ સ્ક્રેપીંગનો માલસામાન ભરી પરિવહન કરતા હોવાનું RTO કચેરીના ધ્યાને આવતા RTO કચેરીએ 11 જેટલા ઓવર લોડ ભરી પરિવહન કરતા ટ્રક-ટ્રેલરને ડીટેઈન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
RTO હજુ ચેકિંગ શરુ રાખશે
પ્રાદેશિક વાહન વ્યવહાર નિરીક્ષક ડી.એચ.યાદવે જણાવ્યું હતું કે, જોખમકારક રૂપે માલ પરિવહન કરતાં વાહનો બાબતે RTO તંત્ર ખૂબ ગંભીર છે અને વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં આ પ્રકારે વાહન ચેકીંગ શરું રહેશે. ટેક્સ ભર્યા વગર ફરતા વાહનો, ઓવેરલોડેડ કે જોખમકારક રીતે માલ-પરિવહન કરતા વાહનો વિરુદ્ધ માર્ગ સલામતીના ગુના હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.