ભાદરવી અમાસના દિવસે ભાવનગર નજીક આવેલા કોળીયાકના દરિયામાં સ્નાન કરવાનું ભારે મહત્વ હોય છે. જેને લઇને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. આ દરમિયાન દરિયામાં સ્નાન માટે પહોંચેલા આણંદ જિલ્લાના ધુવારણના વતની અને હાલ ભાવનગર જીઆઇડીસી ખાતે રહેતા આધેડનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો Drowning Deaths in Mandvi Aamli Dam : આમલી ડેમમાં નાવડી પલટી, 2 મૃતદેહ મળ્યાં 5ની શોધખોળ જારી
સ્નાન કરવા માટે દરિયામાં ઉતર્યા હતાં ભાદરવી અમાસના દિવસે લાખોની સંખ્યામાં કોળીયાકના દરિયે સ્નાન કરવા માટે જતા હોય છે તેવામાં મૂળ આણંદ જિલ્લાના ધુવારણ વતની અને હાલ ચિત્રા જીઆઇડીસી ખાતે રહેતા તખુભા ભીખુભા સરવૈયા ઉંમર વર્ષ 55 ભાદરવી અમાસના દિવસે કોળીયાકના દરિયે સ્નાન કરવા માટે ઉતર્યા હતા. દરમિયાનમાં દરિયાના મોજા સાથે વહી જતા તખુભા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તખુંભાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા તરવૈયાની ટીમ દ્વારા તેમને બહાર કાઢી મરીન પોલીસ મથકના અધિકારીઓને સોંપણી કરી હતી. મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો હળવદના બ્રાહ્મણી-2 ડેમમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો
પરિવારને મૃતદેહની સોંપણી આ ઘટનાની જાણ થતાની સાથે સરવૈયાની ટીમ સાથે મરીન પોલીસ મથકના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતાં. ટીમ દ્વારા દરિયામાંથી મૃતદેહને બહાર કાઢી મરીન પોલીસ મથકના સ્ટાફે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક તખુભાને બે પુત્રો અને બે પુત્રી છે. આ ઘટના અંગે મૃતક તખુભાના પરિવારને પોલીસ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. જાણ કરતા ની સાથે જ મૃતકના પરિવાર દરિયા કિનારે આવી પહોંચતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પરિવારને મૃતદેહની સોંપણી કરવામાં આવી હતી.