ભાવનગર : અરબી સમુદ્રમાં બિપરજોય ચક્રવાતને પગલે ભાવનગર કલેકટર દ્વારા સમીક્ષા બેઠકો રોજ થઈ રહી છે. 9 તારીખના રોજ બિપરજોય ચક્રવાતને લઈને સ્થાનિક તંત્ર દ્વારા સરકારના આદેશ મુજબ તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ ભાવનગરમાં હાલ NDRF ટીમ બોલાવવામાં આવી નથી ત્યારે કલેકટરે વાવાઝોડાને લઈને કેટલીક મહત્વની જાણકારી આપી છે.
તાઉતે વાવાઝોડા જેવું તો નહીં થાયને : ગુજરાત સરકારની હાલ અરબી સમુદ્રમાં નજર છે, ત્યારે ગુજરાતના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓને સાવચેત કરી તૈયારી રાખવા આદેશો થઈ ચૂક્યા છે. જો કે તાઉતે વાવાઝોડા સમયે કોઈને કલ્પના ન હતી કે દિશા બદલાશે અને વાવાઝોડું ભાવનગરમાં પ્રવેશી જશે. હાલમાં સરકાર વાવઝોડાને પગલે માત્ર વરસાદની અને પવન આશરે ફૂંકાવાની શક્યતાઓ દર્શાવી રહી છે. માછીમારોને તો દરિયો નહીં ખેડવા આદેશો થઈ ચૂક્યા છે. ત્યારે કલેકટર કચેરીએ ડિઝાસ્ટર વિભાગ સજ્જ થઈ ગયું છે. ચક્રવાત પર નજર રાખી રહ્યું છે. પવન વચ્ચે લોકોને પણ ઘરમાં રહેવાની સૂચનાઓ અપાયેલી છે. પશુઓને છુટ્ટા મુકવા સૂચનાઓ ભારે પવન સમયે રાખવા અપાયેલી છે.
પોરબંદરથી વાવાઝોડું 850 km દરિયામાં દક્ષિણ પશ્ચિમ દિશામાં છે. સરકાર તરફથી મળતા નિર્દેશ પ્રમાણે આપણને તારીખ 11,12 અને 13 ભારે પવન ફૂંકાવાનું એલર્ટ ખાલી છે. જિલ્લામાં છતાં કોઈને હેડક્વાર્ટર નહીં છોડવા જણાવ્યું છે. આજે સવારે થયેલી સમીક્ષા બેઠકમાં ફિશરીઝ વિભાગ પાસેથી મળ્યા મુજબ એકપણ માછીમારની બોટ દરિયામાં નથી. જિલ્લામાં દરિયા કાંઠે 1 મીટરથી દોઢ મીટર મોજા ઉછળવાની શક્યતા Gmb આપેલા રિપોર્ટ પ્રમાણે છે. માત્ર પવન ફૂંકાઈ શકે છે. - આર.કે. મહેતા (કલેકટર)
સવારથી વાતાવરણ બદલાઈ ગયું દેખાઈ : ભાવનગર શહેરમાં ગઈકાલ સુધી એકપણ વાદળ જોવા મળતું ન હતું, પરંતુ 8 તારીખની રાત્રી જતા 9 તારીખની વહેલી સવારથી વાદળો ધસી આવ્યા હતા. આમ ચક્રવાત બિપરજોયની અસર વહેલી સવારથી જોવા મળી રહી છે. આકરો તાપ અને ગરમી વચ્ચે વાદળો આવવાથી ગરમીમાં રાહત થવા પામી છે, પરંતુ તડકો અને વાદળની સંતાકુકડીમાં બફારાનું પ્રમાણ વધી ગયું હતું. લોકોને પાંખ નીચે પણ રહેવું મુશ્કેલ બન્યું હતું.