- ભાવનગરમાં નિવૃત એકલી રહેતી મહિલા સાથે છેતરપિંડી
- ગીતાચોકમાં રહેતી મહિલાને BSNL કસ્ટમર કેર નામે છેતરાઈ
- સ્પોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 1,55,999ની છેતરપિંડી
- OTP આવ્યા બાદ શંકા જતા મહિલાએ ફોન બંધ કર્યો છતાં ભોગ બની
- મહિલાને સભાનતામાં ભોળવીને છેતરપિંડી કરી
ભાવનગર: શહેરના ગીતા ચોકમાં રહેતી મહિલાને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને હિન્દી ભાષામાં વાત કરી જણાવવામાં આવ્યું કે, તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે એટલે તમારે 10 રૂપિયાનું બેલેન્સ નાખવું પડશે. તેમ કહીને કવિક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને બાદમાં ઓટીપી આવતા મહિલાને શંકા જતા ફોન કટ કરી મોબાઈલ સ્વીચ ઓફ કર્યો હતો પરંતુ ત્યાં 1,55,999 ઉપાડી લેવાયા હતા.
ભાવનગરમાં એક સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયો
ભાવનગરમાં એક સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયો છે. હિન્દી ભાષીએ એક મહિલાને કોલ કરીને કસ્ટમર કેર નામે નિવૃત મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી 1,55,999 ની ચોરી કરી મહિલાને સભાનતામાં ભોળવીને છેતરપિંડી કરી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
આ પણ વાંચો: સાઇબર ક્રાઇમના ગુનામાં 3 સામે નોંધાઇ ફરિયાદ, GST વિભાગ સામે ઉઠ્યા સવાલ
નિવૃત કર્મચારી દુલારીબેન પુનિત કુમાર ઓઝાના એકાઉન્ટમાંથી થઇ ચોરી
ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં આવેલા છે શેત્રુંજય હિલ નિર્મલા આશિષ ફ્લેટમાં રહેતા એનસીસી આર્મીના નિવૃત કર્મચારી દુલારીબેન પુનિત કુમાર ઓઝાના એકાઉન્ટમાંથી રૂપિયા 1,55,999 ઉપડી જતા અજાણ્યા હિન્દી ભાષી શખ્સ સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર બનાવની વિગત
8 ના રોજ દુલારીબેન પોતાના ઘરે ફ્લેટમાં એકલા હોય તેમના મોબાઈલ માં એક હિન્દીભાષીનો ફોન આવેલો જે ફોન આવ્યા બાદ દુલારીબેનને શખ્સે બીએસએનએલ કસ્ટમર કેરમાંથી બોલતા હોયનું જણાવીને કહ્યું હતું કે, તેમના ખાતામાં બેલેન્સ ન હોય તેથી સીમ કાર્ડ બંધ થઈ જવાનું છે. તેથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. જે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ 49 હજારનો ઓટીપી આવતા દુલારીબેન સમજી ગયા હતા. અને તેમને આ ફોન કટ કરીને બાદમાં એપ્લિકેશન પણ ડીલીટ મારી દીધી હતી અને ફોન સ્વીચ ઓફ કરી દીધેલો હતો.
આ પણ વાંચો: ગીફ્ટના નામે સોશિયલ મીડિયા પર 28 લાખની કરાઇ છેતરપિંડી
કુલ ટ્રાન્ઝેક્શન
જ્યારે ફોન પુનઃશરૂ કર્યો ત્યારે તેમને મેસેજ આવેલા જેમાં ચાર પ્રકારના ટ્રાન્ઝેક્શન મળીને કુલ 1,55,999 તેમના ખાતામાંથી ઉપડી ગયા છે. પ્રથમ ટ્રાન્જેક્શન 99,999નું બીજું 35,000,ત્રીજું 1000 અને ચોથું 20,000 કરીને ઉપાડવામાં આવ્યા હતાં. આથી તેમને સાયબર સેલ અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં હિન્દીભાષી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.