ભાવનગર: દેશમાં કોરોનાની લહેર આગામી 40 દિવસ એટલે જાન્યુઆરી અંત સુધીમાં પિક પકડી શકે (omicron bf 7 in india) છે. ભાવનગર શહેરમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકારી તંત્ર સિવાય ખાનગી ડોકટરો (Medical Association ready against Corona) અને આયુર્વેદના ડોકટરો પણ કામે લાગ્યા (Ayurveda Association ready against Corona) છે. ભારતે ભાવનગરમાં કેવી તૈયારીઓ છે તેને લઈને ETV BHARAT એ ત્રણેય એસોસિયેશન સાથે વાતચીત કરી પરિસ્થિતિથી વાકેફ થયા (Chemist Association ready against Corona) હતા.
કેમિસ્ટ એસોસિયેશનની તૈયારી: ભાવનગર શહેરમાં બીજી લહેરમાં દવાઓ,ઓક્સિજન મીટર,કન્સ્ટ્રેટેટર અને માસ્ક જેવી ઊભી થયેલી ઉણપને ધ્યાને લઇ આગામી દિવસોની લહેરની ચેતવણી પગલે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. ભાવનગર કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રદીપભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અમને જે માહિતી મળે છે અને દેશ વિદેશમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાને લઈને અમે તૈયારીઓ કરી છે. હાલમાં અમારા મતે એકથી બે ટકા કોરોનાની અસર જોવા મળી રહી છે. આપણા સમાજને સ્વયંભૂ સુધરવાની જરૂરિયાત છે કે ડિસ્ટન્સ રાખે અને માસ્ક પહેરે કારણ કે લોકડાઉન થવાનું નથી. બીજી તરફ જે દવાઓની માંગ વધી છે તેમાં પેરાસીટેમલ,વિટામિન સી અને એજીટ્રોમાઈસીન દવાઓની માંગ વધી રહી છે. પરંતુ લોકોને અપીલ છે કે સંગ્રહ ના કરે કારણ કે આ વર્ષે તૈયારીઓ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો સ્વામી સચ્ચિદાનંદે પણ હીરા બાને આપી શ્રદ્ધાંજલિ, હીરાબા જીવ્યા આદર્શ જીવન
આયુર્વેદ એસોસિયેશને આરંભી તૈયારી: કોરોના સમયમાં ભારતનું આયુર્વેદિક શાસ્ત્રના ઉપચાર પણ અગ્રેસર રહ્યા હતા. ભાવનગર વૈદ્યસભાના પ્રમુખ મહેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે કોરોનાના હાલ કેસો તો જોઈએ તેટલા નથી જોવા મળી રહ્યા. અમે ઉકાળાની પડીકીઓ બનાવવાનો પ્રારંભ કરી દીધો છે. જેમાં ગળો,સૂંઠ, આંબળા,અશ્વગંધા અને શષ્ટિમધુ જેવી વસ્તુઓની એક પડીકી 100 ગ્રામની બનાવવામાં આવી રહી છે. હાલમાં 200 જેટલી પડીકીઓ બનાવી લેવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોરોનાની એવી કોઈ અસર નહિ જોવા મળતા તૈયારીઓ ધીરે ધીરે કરવામાં આવી રહી છે. વૈદ્યસભાના 350 ડોક્ટરોને પણ સતર્ક કરી દેવાયા છે અને લોકજાગૃતિ માટે માસ્ક, ડિસ્ટન્સને પગલે પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો સ્વ. હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ આપ્યો અગ્નિદાહ
ડોકટર મેડિકલ એસોસિયેશનના મતે ટ્રેન્ડ: ભાવનગર શહેરમાં બીજી લહેરમાં ખાનગી દવાખાનાઓ પણ ઉભરાઈ ગયા હતા. ત્યારે ભાવનગર ડોક્ટર મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દર્શનભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે ઓમીક્રોનથી સ્પ્રેડ થશે નહીં અને શરદી,ઉધરસ જેવા સામાન્ય લક્ષણો માત્ર જોવા મળશે. જનજાગૃતિ માટે અમે માસ્ક અને ઓક્સિજન ચેક કરી લેવા ડોક્ટરોને સુચનો આપ્યા છે. આપણે બે વેવ ખરાબ આવી ગયા બાદ હવે ત્રીજી વેવની અસર નહિવત હશે જેથી ડરવાની જરૂર રહેતી નથી.