ભાવનગરઃ ભાવનગરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષની બાળકીના માથામાં કુક્કર ફસાયું હતું. તેના માતા-પિતા કુક્કર સાથે બાળકીને લઈને ભાવનગરની સર ટી હોસ્પિટલ લાવ્યા હતા પણ ડોક્ટરોથી કુક્કર નીકળ્યું નહીં અંતે કુક્કર કાપવા વાળા કારીગરને બોલાવ્યો અને તેને કુક્કરને કાપીને બાળકીને બચાવી શકાઈ હતી.
આ દરમિયાન બાળરોગ વિભાગના ડોકટર ડો. મેહુલ ગોસાઈ, ડો. ઉન્નતિ શાહ, ડો. આદિત્ય નિખિલઈશ્વર, એડમીન હાર્દિક ભાઈ ગાથાણી, કૃષ્નાબેન, નર્સિંગ સ્ટાફ મનીષા બેન, તૃપ્તિ બેન અને સર ટી. હોસ્પિટલના આ રેસ્ક્યૂ ઓરેશનમાં જોડાયેલી ટીમના તમામ સભ્યો દ્વારા બાળકના વાયટલસ જેવા કે પલ્સ, ઓકસીજન લેવલ તમામનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને બાળકના માથામાં ફસાયેલા આ કૂકરને સિફતપૂર્વક બાળકને કશી જ ઇજા ના થાય એ રીતે કાઢી લેવાયું હતું. અને ફરી એક વાર સર ટી. હોસ્પિટલના ડોકટરો, નર્સો અને તેમની ટીમની મહેનત રંગ લાવી હતી..