ETV Bharat / state

રાશનની દુકાન પર ફરી બીજા વોર્ડના નગરસેવકનું ષડયંત્ર: દાળ નહીં ગળી હોવાથી કર્યું ગ્રાહકોને ઉશ્કેરવાનું કામ - રાશનની દુકાન

ભાવનગરની હાદાનગરની દુકાનમાં ગઈકાલે ભાજપ કોંગ્રેસ બંને નગરસેવકોએ હલ્લાબોલ કર્યો પણ કશું થયું નહીં ત્યારે પોતાના વોર્ડને મૂકી બીજા વોર્ડની રાશનની દુકાનમાં ગેરરીતિ થતી હોવાનું ઠોકી બેસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજા દિવસે કોંગ્રેસના કુંભારવાડાના નગરસેવક ઘનશ્યામભાઈ ચુડાસમા ફરી આવ્યા અને દુકાનથી દૂર ઉભા રહી જે ઘઉં લઈને નીકળે તેને ઉભા રાખી ઘઉં ખરાબ છે પાછા આપી આવો તેવું કહેવામાં આવતું હોવાનું ખુદ ગ્રાહકોએ જણાવ્યું હતું.

Conspiracy of another ward corporator again at the ration shop
રાશનની દુકાન પર ફરી બીજા વોર્ડના નગરસેવકનું ષડયંત્ર
author img

By

Published : May 19, 2020, 5:03 PM IST

ભાવનગર: ભાવનગરની હાદાનગરની દુકાનમાં ગઈકાલે ભાજપ કોંગ્રેસ બંને નગરસેવકોએ હલ્લાબોલ કર્યો પણ કશું થયું નહીં ત્યારે પોતાના વોર્ડને મૂકી બીજા વોર્ડની રાશનની દુકાનમાં ગેરરીતિ થતી હોવાનું ઠોકી બેસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બીજા દિવસે કોંગ્રેસના કુંભારવાડાના નગરસેવક ઘનશ્યામભાઈ ચુડાસમા ફરી આવ્યા અને દુકાનથી દૂર ઉભા રહી જે ઘઉં લઈને નીકળે તેને ઉભા રાખી ઘઉં ખરાબ છે પાછા આપી આવો તેવું કહેવામાં આવતું હોવાનું ખુદ ગ્રાહકોએ જણાવ્યું હતું.

આ મામાલને પગલે અધિકારીને બોલાવાયા અને જાણ કરાઈ તો અધિકારીએ પણ નગરસેવક ઢીલી નીતિ રાખી તપાસ કરશું. જો તથ્ય હશે તો કાર્યવાહી કરશુના ગાણાં ગાયા હતા. એક રાશનની દુકાન ટાર્ગેટ બનાવાતી હોવા છતાં અધિકારી મૌન છે. પણ શરમજનક એ છે કે, મહામારીમાં મદદના બદલે હોબાળો કરી વિતરણ થોભાવાય છે અને હેરાન ગરીબ પ્રજા જ થાય છે.

ભાવનગર શહેરમાં લોકડાઉન-4માં રાશનની દુકાન પર અનાજ લોકોને મળી રહે તેવા હેતુથી સરકાર દ્વારા વિતરણ શરુ કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરના ચિત્રા ફુલસર વોર્ડમાં રાશનની દુકાન પર રાજકરણનો પ્રારંભ શરુ થયો છે. ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વોર્ડમાં આવેલા હાદાનગર વિસ્તારમાં આવેલી હરેશભાઈ પુરોહિત નામની રેશનની દુકાન પર ગઈકાલે ભાજપ અને કોંગ્રેસ નગરસેવક સાથે મળીને હોબાળો કર્યો હતો.

અનાજ ઓછું આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. જો કે, આક્ષેપમાં કોઈ પુરાવા નહી મળતા અંતે મામલો થાળે પડ્યો હતો. જો કે, ફરી એ જ નગરસેવકો પૈકી કોંગ્રેસના નગરસેવક બીજા દિવસે ફરી રાશનની દુકાનથી આગળ ઉભા રહ્યાં અને અનાજ લઈને નીકળતા લોકોને ઘઉં ખરાબ છે પાછા આપી આવો કહીને પરત મોકલતા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, જો નગરસેવક આવું કરતા હશે તો તપાસનો વિષય બની જાય છે. અમે તપાસ કરશું અને તથ્ય હશે તો ફોજદારી કાર્યવાહી પણ થઇ શકે છે.

અનાજ ખરાબ છે તેવી ફરિયાદ લઈને આવનાર ગ્રાહકોને અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂછતા તમને કોણે મોકલ્યા તેમ કહેતા, કોંગ્રેસના ઘનશ્યામભાઈનું નામ આપવામાં આવતું હતું. મતલબ કે, નગરસેવકની દાળ ગઈકાલે ગળી નહી એટલે આજે ફરી ષડ્યંત્ર કરવા પહોંચી ગયા હતા. અફસોસની વાત એ છે કે ગરીબોને એક તરફ સરકાર અનાજ આપી રહી છે અને અધિકારીઓ પણ કહે છે કે ફૂડ વિભાગ કહે છે લેબોરેટરી કરેલા ઘઉં છે. છતાં નગરસેવક પાછલા દરવાજે હોબાળો કરવામાં રસ ધરાવતા હોય તેવું લાગતું હતું. જો સવાલ અહીંયા એ ઉભો થાય છે કે, જે દુકાન રાશનની છે તે ચિત્રા ફુલસર વોર્ડની છે. તો કુંભારવાડાના નગરસેવકને પોતાનો વોર્ડ છોડીને બીજા વોર્ડની રેશનની દુકાનમાં માથું મારવાની શું જરૂર છે.

કુંભારવાડામાં 10 દુકાનો રાશનની છે પણ ત્યાં તેમને રસ નથી માત્ર હાદાનગરની દુકાનમાં રસ લઇ રહ્યાં છે. ઈટીવી ભારતની ટીમ પહોંચતાની સાથે નગરસેવક રાશનની દુકાને તો આવ્યા પણ પછી ખબર પડી કે ખોટું ચાલશે નહી એટલે ચાલતી પકડી હતી. જો કે, એક મહિના પહેલા લઇ ગયેલા ગ્રાહકોને ઘઉં પરત કરવા મોકલવામાં આવતા હતા. જો કે, એક ગ્રાહકે નગરસેવક છે એનો ખ્યાલ નથી તેમ જણાવ્યું હતું. પણ ઘનશ્યામભાઈ ચુડાસમા છે તેમ જણાવ્યું હતું. તેમને ઘઉં ખરાબ હોવાથી પરત આપવા કહ્યું એટલે આપવા આવ્યો છું.

બીજા દિવસે નગરસેવકની ષડયંત્રની ગંધને પગલે અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. અને લોકોને ઘઉંનો ઢગલો કરીને ગ્રાહકને દર્શાવીને આપવાની શરૂઆત કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે નગરસેવક સામે ફરિયાદ થઇ શકે છે. જો કે અંતમાં મામલાને થાળે પાડીને વિતરણ કરાવાવમાં આવ્યું હતું.

લોકડાઉન અને કોરોના મહામારીમાં સરકારે અનાજના ગોડાઉન ખુલ્લા મૂકી દીધા છે ત્યારે રાજકરણ કરવાની શું જરૂર છે. પણ ગઈકાલે ભાજપ કોંગ્રેસ નગરસેવક સાથે હતા પણ પોતાની ચાલી નહી એટલે આજે માત્ર કોંગ્રેસ નગરસેવક પોતાનો રોફ પોતાના વોર્ડમાં નહી પણ બીજાના વોર્ડમાં દર્શાવવા નીકળ્યા હતા. કોંગ્રેસની આવી નીતિઓને કારણે ભાવનગરમાં મહાનગરપાલિકા જે સ્વરાજ્ય સંસ્થામાં પણ સત્તા મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.