કંસારા: ભાવનગર કંસારા શુદ્ધિકરણનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. આવનાર મહિનાઓમાં મનપાની ચૂંટણી છે, ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્યએ કંસારા મામલે ભાજપ શાસકો સામે સવાલો ઉભા કર્યાં હતાં. જે બાદ કોંગ્રેસે કંસારા પદયાત્રા યોજીને રાજકારણ આરંભી દીધું છે.
ભાવનગર કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ તેમના કાર્યકાળ દરમિયાન દર વર્ષે રૂપિયા 25 લાખની રકમ ફાળવી હતી. આ રૂપિયા 25 લાખ ક્યાં ગયા તેવા પ્રશ્ન સાથે કોર્ટમાં ઘા જીકીને જીપીસીબી પાસે જવાબ માંગ્યો હતો.
પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કંસારાની આજની હાલત એવી છે કે 8 કિલોમીટર શહેરમાંથી નીકળતી કંસારા નદી નાળામાં પરિવર્તિત થઈ ગઇ છે. નાળાના કાંઠે રહેતા અંદાજે 3 લાખ લોકો પ્રભાવિત થાય છે. જેમના આરોગ્ય સાથે 22 વર્ષથી માત્ર રમત રમાઈ રહી છે. 22 વર્ષથી ભાજપ કંસારા શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટની લોલીપોપ આપે છે. જેમાં આજદિન સુધી કશું થયું નથી..
આ મુદ્દે કોંગ્રેસે પદયાત્રા કાઢી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ અને મનપા વિપક્ષ નેતા ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ બનાવશે.