ETV Bharat / state

Dholka News: ધોળકાની જનતાને આવતીકાલે મળશે સુવિધાઓનું ‘વન સ્ટોપ સેન્ટર’ - Fire NOC

સુવિધાઓના ‘વન સ્ટોપ સેન્ટર’ તરીકે સિટી સિવિક સેન્ટર પ્રકલ્પ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યારે આવતીકાલે ધોળકામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. જેનાથી ધોળકાની અંદાજે ૯૦ હજાર વસતિને મ્યુનિસિપલ સેવાઓનો એક જ જગ્યાએથી સીધો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કરવાના છે.

Dholka News: ધોળકાની જનતાને આવતીકાલે મળશે સુવિધાઓનું ‘વન સ્ટોપ સેન્ટર’

author img

By

Published : Jun 9, 2023, 3:43 PM IST

અમદાવાદ: તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાએથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય તે આશયથી સિટી સિવિક સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવે છે. ત્યારે ધોળકામાં આવતીકાલે ૧૦ જૂનના રોજ સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. નાગરિક સુવિધા કેન્દ્રથી ધોળકાની અંદાજે ૯૦ હજાર વસતિનો સીધો લાભ મળશે. આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં રૂ. ૩૩.૦૦ કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવનાર છે.

૨૨ સિવિક સેન્ટરનું લોકાર્પણ: રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કરવાના છે. તેમાં અમદાવાદના ધોળકામાં પણ નાગરિકો માટે નાગરિક સુવિધા કેન્દ્ર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત બરવાળા, સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ડભોઈમાં પણ સિવિક સેન્ટર ખુલ્લું મુકાશે. કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ તથા અમરેલીની જનતાને પણ આ સુવિધાનો લાભ મળશે.

નગરપાલિકા વિસ્તારમાં સ્થાપના: ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં જનતાની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં ૦૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૭ નગરપાલિકાઓ છે. મહાનગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે સીટી સિવિક સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત છે. શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરમાં ઉભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરવી જરૂરી છે.

મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/ મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી અને અન્ય સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થતા ધોળકાના નગરજનોને વિશેષ સુવિધા મળશે. --- જતિન મહેતા(ધોળકા ચીફ ઓફિસર)

સુવિધાઓનું ‘ વન સ્ટોપ સેન્ટર’: તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાએથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય તેવા આશયથી સિટી સિવિક સેન્ટર એ સમયની માંગ છે. નગરપાલિકા દ્વારા મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણ અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી સુવિધા અને સેવાઓ આપવામાં આવતી હોય છે. આ સેવાઓ વિવિધ સિટી સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ, તે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરે છે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.

  1. ધોળકા તાલુકામાં પ્રથમ તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો
  2. ધોળકામાં ફળફળાદી અને શાકભાજીના પાકોના નુકસાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.