- સડોદરા ગામના તળાવમાં ડૂબવાથી બે બાળકોનું મોત
- વરતેજ ગામના બાળકોનું થયું મોત
- ફાયરની ટીમે મોડી રાત્રે બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા
ભાવનગરઃ જિલ્લામાં વરતેજના બે બાળકો ગઈકાલે રવિવારે ગુમ થયા હતા. જેથી પરિવાર દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સોડવદરા ગામના તળાવ પાસે બાળકોના ચપ્પલ અને કપડાં મળતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ બંગાળમાં એક જ પરિવારના 5 બાળકો તળાવમાં ડૂબ્યા, તમામના મોત
બાળકોના મોતથી વરતેજ ગામમાં શોકની લાગણી
ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગની ટીમ સોડવદરા ગામના તળાવે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા તળાવમાં 2 કલાક સુધી શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. ગૌતમ મકવાણા અને હાર્દિક સોલંકી નામના બંને બાળકોના મોતથી વરતેજ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.