ભાવનગરઃ ગુજરાત સરકારમાં ગૌ સેવા માટે ફાળવાયેલી રકમ મહાનગરપાલિકા માટે કોઈ મહત્વની રહેતી નથી. ભાવનગરમાં 25 વર્ષના ભાજપના શાસનમાં ઢોર સમસ્યા ત્યાંની ત્યાં છે પરંતુ મહાનગરપાલિકા(Bhavnagar Municipal Corporation)ઢોર પાછળ કરોડો ખર્ચ કરતી થઈ ગઈ છે પણ સમસ્યાનું નિરાકરણ કર્યું નથી. વિપક્ષે પ્રહાર કર્યો છે કે ફાળવતા નાણાંમાં ભ્રષ્ટાચાર થાય છે.
મહાનગરપાલિકામાં ગૌની પરિસ્થિતિ શું અને શું ખર્ચ
ભાવનગર શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર ગાયો અને આખલા (Cattle problem in Bhavnagar city)જોવા ના મળે તો ભાવનગરના કહેવાય આવી વાતું લોકોમાં ચર્ચાય છે. શહેરમાં ઢોર સમસ્યા ભાજપના શાસનના 25 વર્ષથી છે. એક વર્ષમાં 1 કરોડનો ખર્ચ મહાનગરપાલિકા કરી ચુકી છે. હાલમાં પરિસ્થિતિ વિશે કીર્તિબહેન દાણીધરીયા મેયરે જણાવ્યું હતું કે હાલમાં રોજના 12 જેટલા ઢોર પકડવાની(Bhavnagar Municipal Corporation)ક્ષમતા છે તે પકડવામાં આવે છે. બે ઢોર ડબ્બા બનાવવામાં આવ્યા છે જેમાં 1,300 ઢોર છે જેનો મહિને ખર્ચ 20 લાખ થઈ રહ્યો છે. આ સિવાય ઢોરમાં ચિપ ડીવાઇઝ લગાવાઈ રહ્યું છે જેથી તે ઢોર કેટલી વાર ઝડપાયું તેની માહિતી રાખી બાદમાં કાર્યવાહી કરી શકાય. મહાનગરપાલિકા સ્વઃખર્ચે ઢોરનો નિભાવ ખર્ચ ભોગવે છે.
આ પણ વાંચોઃ New law of Gujarat High Court: રાજ્યમાં રખડતા ઢોર અંગે આવશે નવા કાયદા
કોંગ્રેસે શું કર્યો આક્ષેપ અને શું આપી ચેલેન્જ
ભાવનગરમાં ઢોર પકડવામાં આવે છે અને બાદમાં શું કાર્યવાહી થઈ તેની કોઈને ખબર પડતી નથી. લોકોને ઢોર પકડવાની ચાલતી કામગીરી વચ્ચે ઢોર ઓછા થયા હોય તેવો પ્રત્યક્ષ અનુભવ થયો નથી. વિપક્ષના કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે પાંજરાપોળ છે પણ આ સરકારની નીતિ નથી તેને રાખવાની. શહેરમાં ઢોર ઓછા થયા નહિ કારણ કે એક વિસ્તારમાંથી પકડીને બીજા વિસ્તારમાં છોડી દે છે. પાંજરાપોળને તો નિભાવ ખર્ચ આપવો જોઈએ પણ મહાનગરપાલિકાને પણ ગ્રાન્ટ આપવી જોઈએ આ લોકોની નીતિ નથી. અમને આપે ગ્રાન્ટ કોંગ્રેસ પાંજરાપોળ ખોલીને ચલાવશે. ભાજપના પૂર્વ મેયરનું મૃત્યુ થયું છે અનેક લોકોના મૃત્યુ થયા છે.
પાંજરાપોળ હોવા છતાં પરિસ્થિતિ શું
ભાવનગર શહેરની ઢોર સમસ્યામાં કારણો જોઈએ તો જાહેરમાં નાખવામાં આવતા દાન પુણ્યના નામના ઘાસચારા છે. આ સિવાય માલધારી સમાજના ઢોર પણ બહાર ફરે છે. ઢોરમાં આખલાઓની સંખ્યા પણ વધુ જોવા મળે છે. ઘરે ઘરે વધેલા ભોજનનો ફેંકાયેલો હિસ્સો આરોગવા ઢોર દિવસ દરમિયાન ફરે છે અને બાદમાં માખી મચ્છરથી કંટાળીને બારેમાસ રસ્તા પર બેસી રહે છે. પાંજરાપોળ જિલ્લાની સમઢીયાળા ગામની સૌથી મોટી છે પણ ત્યાં પણ ઢોરનો ભરાવો થયો છે. પાંજરાપોળને સીધા પૈસા ગાયોના બનાવેલા બોર્ડ મારફત આપવામાં આવે છે. માલધારીઓના ઢોર પકડ્યા બાદ છોડવાના સમય આવે છે. આથી પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022: રખડતા ઢોર અને ગાયોની સુરક્ષાને લઈને બજેટની જોગવાઈને લોકોએ આવકારી પરંતુ અમલ અંગે શંકા