ભાવનગર કાલે કોણે જોઇ છે. જે જીવન છે તે આજમાં છે અને તે ખુશીથી જીવી લો તેવું તમે ધણા લોકોના મુખ પર સાંભળ્યું તો હશે જ. પરંતુ આ વાત અંહિયા સાર્થક થઇ છે. ભાવનગરમાં દેસાઈનગરમાં મુસાફરો લઈ આવતી બસના ચાલકને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે બસ કાબૂમાં ના રહેતા બસ શો રૂમમાં ઘુસી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવરનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી રહી છે.
બસ ચાલકે કાબુ ગુમાવતા ભાવનગર શહેરના દેસાઈનગર પેટ્રોલ પમ્પ બાજુમાં આવેલ કારના શો રૂમમાં ખાનગી બસ જઈને ઘુસી ગઈ હતી. ખાનગી બસ ચાલકે કાબુ ગુમાવતા શો રૂમમાં ઘુસી જતા ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું. કઈ રીતે બસ ઘુસી શો રૂમમાં(Showroom at Desainagar Bhavnagar) લાઈવ તે તમે વિડિયોમાં જોઇ શકો છો. વહેલી સવારે ભાવનગર આવતી અવધૂત લખેલી સ્લીપિંગ કોચ ખાનગી બસ ઘુસી ગઈ હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. પેટ્રોલ પમ્પ પૂર્ણ થતાં રહેલા શોરૂમમાં ખાનગી બસ ઘુસી જવાના લાઇવે દ્રશ્યો સામે આવ્યા છે.
CCTVમાં શું કારણ આવ્યું? પેટ્રોલ પમ્પ બાદ આવેલા મારુતિ કારના શો રૂમની બહાર પડેલી નવી કારની સાથે ખાનગી બસ અથડાઈને પાછી આવી હતી. આ રોડ પર ખૂબ ટ્રાફિક જામ અને ભીડ હોય છે. પરંતુ વહેલી સવારની ઘટના હોવાથી કોઈ જાનહાની થઈ નથી. ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા સ્ટેરિંગ પર કાબુ(Lost control of steering) ગુમાવ્યો હતો. એક તરફના લોખંડના ફ્લાઈ ઓવરના દીવાલ સમાન બનાવેલા પતરા લોખંડના સાથે અથડાઈ બાદમાં શો રૂમમાં ઘુસી ગઈ અને પાછી પણ આવી હતી. આસપાસના લોકો દોડી ગયા હતા. ડ્રાઈવરનું મૃત્યુ થતા તેને વહેલી સવારે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
લોખંડના સળિયાઓ મોટી જાનહાની થતા બચી છે કારણ કે જ્યાં ઘટના ઘટી ત્યાં પહેલા બસ ફલાય ઓવરની જગ્યામાં સીધી ઘુસી ગઈ હોત તો લોખંડના સળિયાઓ ત્યાં હતા જે બસમાં સીધા ઘૂસવાની શક્યતા હતી. જયારે બીજી બાજુ પેટ્રોલ પમ્પ પસાર બસ કરી ગયા બાદ ઘૂસતા પેટ્રોલ પમ્પ પણ સદ નસીબે બચવા પામ્યો છે. ડ્રાઈવરનું 40 વર્ષીય અને રાજુ વલ્લભ મકવાણા મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધારના સાનખાખરા ગામના રહેવાસી છે. જો કે મૃત્યુ બાદ તેના મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ ચોપડે અરજી માત્ર નોંધ સ્વરૂપે થવા પામી છે. અને પોલીસે બનાવને લઈ કાયદાકીય રીતે તપાસ હાથ ધરી હતી.