ભાવનગરઃ બોરતળાવ ભરાયા બાદ એક આનંદ લોકોને જરૂર આવે છે. પણ દુઃખએ વાતનું પણ થાય છે કે, બોર તળાવ ભરાયા બાદ એક પછી એક આત્મહત્યાના બનાવો બની રહ્યા હતા. ભાવનગરના બોર તળાવના પાછળના વિસ્તારમાં કોઈનો મૃતદેહ તળાવની વચ્ચે તરતો હોવાનું જણાતા પોલીસને જાણ કરી અને બાદમાં ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું.
ફાયરના જવાનોએ બોટમાં બેસીને તળાવની વચ્ચે જઈને મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક કોનો છે જાણી શકાયું નથી પણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતદેહ તળાવની વચ્ચે હોવાથી એવું તારણ નીકળતું હતું કે મૃતક બે કે ત્રણ દિવસ પહેલા તળાવના કોઈ છેડેથી ઝંપલાવ્યું હશે કારણ કે તેનું શરીર અકડાઇ ગયું હતું. બીજો સવાલએ પણ થાય કે આત્મહત્યા છે કે, પછી હત્યા ?