ETV Bharat / state

Bhavnagar Suicide case : તાલુકા પંચાયતના પટાંગણમાંથી સગાઈ થઈ ગયેલા યુવક યુવતીના મૃતદેહ મળ્યા - સગાઈ થઈ ગયેલા યુવક યુવતીએ આત્મહત્યા

ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના પટાંગણમાં યુવક યુવતીના મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જોકે, પોલીસ તપાસમાં આવ્યું કે, આ બંને યુવક યુવતીની સગાઈ થઈ ગઈ હતી.

Bhavnagar Suicide case : તાલુકા પંચાયતના પટાંગણમાંથી સગાઈ થઈ ગયેલા યુવક યુવતીના મૃતદેહ મળ્યા

author img

By

Published : Feb 16, 2023, 1:14 PM IST

ભાવનગર : સિહોરમાં સગાઈ થઈ ગયેલા યુવક યુવતીએ જીવન ટુકાવ્યાના સમાચાર મળી રહ્યા છે. જિલ્લાના સિહોર તાલુકા પંચાયતના પટાંગણમાં એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જીવન અને મરણ નિશ્ચિત કર્યું હોય તેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને જાણ થતાં તાત્કાલીક ધટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ બંનેના મૃતદેહોને હોસ્પિટલે ખસેડયા હતા.

આ પણ વાંચો : Atul Chag Suicide Case: સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર, આરોપી સામે કડક પગલાં લો

વડની ડાળીએ ટૂંકાવ્યું જીવન : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંચાયતની કચેરીના પટાંગણમાં યુવક હાર્દિક જમોડ (વર્ષ 20) અને ભાવનગરની રહેવાસી યુવતી (વર્ષ 20)એ એક બીજા સાથે મળીને આત્મહત્યા કર્યાની માહિતી મળી હતી. પટાંગણમાં વૃક્ષ નીચે બંને મૃતકોને જોઈને પોલીસને જાણ કરતા ઘટના બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડયા હતા. બનાવને પગલે તેમના સગા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Surat Crime: ઈઝરાયલથી ભાઈના લગ્નમાં આવેલી મહિલાની આત્મહત્યા, પરિવારે સાસરિયાં પર લગાવ્યો આરોપ

યુવક યુવતીએ પગલાં પાછળનું કારણ : ભાવનગરના જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનના PSOએ જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતમાં વૃક્ષ પાસેથી મૃતદેહ મળી આવ્યા છે. આ યુવતી અને હાર્દિક જમોડ(યુવક) આ બંનેની સગાઈ થઈ ગઈ હતી. પરંતુ લગ્ન બાબતે ત્રણ વર્ષ બાદ કરી આપવાની રાહ જોઈ ન શકતા બંને લાગી આવતા જીવન ટૂંકાવ્યું હતું.

વેલેન્ટાઈન દિવસે ઘટના બની : જોકે, આ પ્રકારનો બનાવ સામે આવતા સમગ્ર સિહોર શહેરમાં અરેરાટી મચી ગઇ હતી. આટલી નાની ઉંમરમાં જીવન ટૂંકાવનાર યુવક યુવતીના બનાવ સિહોરમાં ચર્ચામાં રહ્યો હતો. સમાજમાં દિવસે દિવસે મનોબળ યુવાનોમાં ઘટતું હોવાને પગલે જિંદગી ટૂંકાવી દેવાના કિસ્સાઓ બની રહ્યા છે. સમગ્ર ઘટના વેલેન્ટાઈન દિવસની રાત્રીએ બનતા બીજા દિવસે સવારમાં પ્રકાશમાં આવી હતી. પ્રેમના દિવસે પ્રેમને માણવામાં નડતર હાવી થઈ જતા યુવક યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ઘણું શીખવી જાય છે. બાળકોની લાગણીઓને આજના સમયમાં સમજવી ખૂબ જરૂરી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.