ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર છેવાડે આવેલા પોપટનગરના રહીશો નજીકમાં જ આવેલી સ્કંટીલકાસ્ટ કંપની દ્વારા છોડાતા દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીના કારણે છેલ્લા લાંબા સમયથી ભારે પરેશાની વેઠી રહ્યા છે. એક તરફ આ વસાહતમાં વસતા ગરીબ અને જરૂરીયાત મંદ પરિવારને સમયસર અને નિયમિત પીવાનું પાણી ન મળતા પર્શાની ભોગવી રહ્યા છે. તેવામાં બીજી તરફ કંપની દ્વારા પોતાની કંપનીનો નજીવો વપરાશ કરીને દૈનિક હજારો ગેલન પાણી છોડી પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે.
કંપની દ્વારા પાણીના યોગ્ય નિકાલ કરવામાં ન આવતા સ્થાનિક કક્ષાએ દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણીનું એક નાનકડું તળાવ બન્યું છે જેના કારણે સ્થાનિકોને રહેવું મુશ્કેલ બની ગયું છે. અહીં દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણીના કારણે સ્થાનિકો રોગચાળાના ભરડામાં સપડાઇ રહ્યા હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. જોકે આ અંગે સ્થાનિકો દ્વારા કંપનીના સત્તાધીશોથી લઇ મહાનગરપાલિકા સુધી રજૂઆત કરવા છતાં તેમને કોઇ પગલા ન લેતા સ્થાનીકોમાં રોષ જોવા મળી રહ્યો છે
સ્થાનિક રોજ પહેરે એમ પણ જણાવી રહ્યા છે કે કંપની દ્વારા છોડાતા દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણીની સમસ્યા યથાવત્ રહેશે તો નાછુટકે રહીશોને હિજરત કરવાની ફરજ પડશે જો કે આ અંગે ભાવનગર મહાનગરપાલિકાએ કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દિધો હતો.