ETV Bharat / state

રાજકીય ગલીઓમાં ભાઈ તરીકે જાણીતા પરસોત્તમ સોલંકીનો 34 બેઠક પર ચાલે છે સિક્કો, રાજકીય પંડિતો શું કહે છે જાણીએ

ભાવનગર શહેર જિલ્લામાં કે સૌરાષ્ટ્રમાં "ભાઈ" શબ્દનો રાજકારણની વાતમાં ઉપયોગ (Gujarat Political News) થાય એટલે લોકો સમજી જાય છે કે પરસોત્તમ સોલંકીનો જ ઉલ્લેખ થઈ રહ્યો છે. ભાજપે ભાવનગર ગ્રામ્ય બેઠક પર તેમને ટિકીટ આપી છે. ત્યારે કોળી સમાજના આગેવાન નેતા અને સમાજમાં ભાઈ તરીકે (Gujarat Assembly Election 2022) ઓળખાતા પરસોત્તમ સોલંકી (Bhavnagar Rural BJP Candidate Parshottam Solanki) સાથે ETV BHARATની ખાસ વાતચીત અને રાજકીય વિશ્લેષકનું પરસોત્તમભાઈની પ્રતિષ્ઠા અને સૌરાષ્ટ્ર બેઠક ઉપર અસર વિશે જાણો.

રાજકીય ગલીઓમાં ભાઈ તરીકે જાણીતા પરસોત્તમ સોલંકી એકલાનો 34 બેઠક પર ચાલે છે સિક્કો, રાજકીય પંડિતો શું કહે છે જાણીએ

author img

By

Published : Nov 14, 2022, 9:51 AM IST

Updated : Nov 14, 2022, 9:58 AM IST

ભાવનગર રાજ્યમાં અનેક એવા નેતાઓ છે, જેઓ તેમના અસલી નામથી નહીં પરંતુ હુલામણા અને ઉપનામથી ઓળખાતા હોય. આવા જ એક નેતા છે ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોળી સમાજમાંથી આવતા ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી (Bhavnagar Rural BJP Candidate Parshottam Solanki). જી હાં ભાવનગરમાં તેમને "ભાઈ"નું ઉપનામ મળ્યું છે. ગ્રામ્ય બેઠકના કોળી સમાજના નેતા પરસોત્તમભાઈ સોલંકીને. આજે પણ શહેર જિલ્લા અને ગુજરાતમાં મોટાભાગે ઉપનામ "ભાઈ" તરીકે ઓળખવામાં આવે છે. પરસોત્તમભાઈની ભાવનગરમાં એન્ટ્રી અને 2022માં ભાઈનો મત જાણો.

પરસોત્તમભાઈની એન્ટ્રી અને મળ્યું "ભાઈ"નું ઉપનામ ભાવનગરમાં મૂળ ઘોઘાના રહેવાસી પરસોત્તમ ઓધવજીભાઈ સોલંકી એટલે "ભાઈ" વર્ષ 1995માં પરત ફર્યા. ભાવનગર જિલ્લાના અને ગુજરાતના કોળી સમાજને એક નેતા મળ્યો હતો. વર્ષ 1995માં તેઓ ઘોઘા બેઠક પર ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડ્યા અને જીત્યા હતા. આમ, રાજકીય સફર શરૂ (Parshottam Solanki Political Career) થઈ અને તેમને સમાજે "ભાઈ"નું ઉપનામ આપ્યું હતું.

પરસોત્તમભાઈની એન્ટ્રી અને મળ્યું "ભાઈ"નું ઉપનામ

સમાજમાં "ભાઈ"નું ઉપનામ અને પહેલા ક્યાં પરસોત્તમ સોલંકી રાજકારણમાં (Parshottam Solanki Political Career) પ્રવેશ કરતા પહેલાં તેઓ મુંબઈમાં રહેતા હતા. 2 ભાઈઓ સાથેના કુટુંબમાં રહેતા પરસોત્તમ સોલંકી ઘોઘા મૂળ વતન ફર્યા અને કોળી સમાજમાં (Koli Community in Gujarat) નાના મોટા કામોમાં આર્થિક, સામાજિક જેવો ફાળો આપ્યો હતો. સમાજમાં તેમને આવકાર મળ્યો અને તેઓ 1995થી સતત ધારાસભા લડીને જીત મેળવતા આવ્યા છે.

પરસોત્તમભાઈનો પરિવાર અને કોઈ પણ ધારાસભ્યને મળવું પડે પરસોત્તમ સોલંકી અને તેમના નાના ભાઈ હીરા સોલંકી બંને રાજકારણમાં છે. તેમને 2 દીકરાઓ હિરેન અને દિવ્યેશ છે. સાથે જ એક દીકરી અને તેમના પત્ની છે. વર્ષ 2012માં 34 બેઠક પર તેમનો પ્રભાવ અને કોળી સમાજના (Koli Community in Gujarat) વધુ મતદાર હોવાથી કોઈ પણ ધારાસભ્યને પરસોત્તમભાઈને કહેવું પડે છે "મારા ભાઈ". 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પગલે પણ ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણી (Bhavnagar West BJP Candidate Jitu Vaghani) સહિતના નેતાઓ આશીર્વાદ લઈ આવ્યા છે અને શુભેચ્છા મુલાકાત લીધી છે.

પરસોત્તમભાઈનો પરિવાર અને કોઈ પણ ધારાસભ્યને મળવું પડે

અનેક ખુલાસા કર્યા ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી સાથે ETV Bharatના સંવાદદાતાએ વિશેષ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે અનેક ખુલાસા કર્યા હતા. તો આવો જાણીએ શું કહ્યું તેમણે.

પ્રશ્ન તમે છઠ્ઠી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છો ત્યારે ચૂંટણી આવે ત્યારે તમારા ઉપર મદાર હોય છે શું કહેવું છે?

જવાબ મારે કાંઈ નથી કહેવું તમે બધા જાણો છો પ્રજાને વિશ્વાસ લાગે છે તેમ કરતી હોય છે.

પ્રશ્ન- દર વખતે ૩૪ બેઠકની જવાબદારી તમને સોંપવામાં આવે છે આ વર્ષે શું લાગે છે ?

જવાબ પાર્ટી જે રીતે ગોઠવે તેના પરથી ખબર પડે પરંતુ મારી તબિયત સારી રહેશે તો હું જઈશ પછી તબિયત સારી ન હોય તો અન્ય બેઠકનું શું થાય તે તો હું પણ ન કહી શકું.

પ્રશન સમાજનો તમારા પ્રત્યે લાગણી અને પ્રેમ આ વર્ષે કેવો રહેશે?

જવાબ મારા સમાજ માટે મારે કાંઈ નથી કહેવું કારણકે મારો સમાજ લાગણી વાળો અને ગરીબ સમાજ છે. મને મારા સમાજે આશ્વાસન આપેલું છે અને મારો સમાજ મારું માને છે.

પ્રશ્ન તમે પ્રચારમાં જાઓ કે ન જાવ ૩૪ માંથી કેટલી બેઠકો તમને મળશે?

જવાબ હું અત્યારથી તે કહું તે સારું નહીં લાગે. હું રાઉન્ડ મારું અને ઉમેદવારો જોઉ પછી નક્કી કરી શકું કે કેટલી બેઠક આવી શકે છે આમ નામ કહું તે સારું નહીં લાગે.

પરસોતમભાઈનો સ્વભાવ અને 34 બેઠકના ગૅમ્બલર કેમ ભાવનગર નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોળી સમાજની સંખ્યા અન્ય સમાજો કરતા વધુ છે. ત્યારે દરિયાઈ પટ્ટીમાં આવતી 34 બેઠક પર અન્ય સમાજ કરતા બમણી સંખ્યા કોળી સમાજની (Koli Community in Gujarat) છે. આથી પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પરસોત્તમ સોલંકીના શાંત અને સહનશીલ સ્વભાવમાં સમાજની પ્રેમ લાગણી જોઈને 34 બેઠકની જવાબદારી 2012માં સોંપવામાં આવી હતી. પરસોત્તમભાઈએ સૌથી વધુ બેઠકો લાવતા તેઓ 34 બેઠકના ગૅમ્બલર સાબિત થયા હતા. આમ, વર્ષ 2017માં પણ તેમને જવાબદારી સોંપવામાં આવી હતી અને સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠક લાવવામાં સફળ રહ્યા હતા. આ વર્ષે શુ તો સાંભળવા પડશે "ભાઈ" એટલે પરસોત્તમભાઈને.

પરસોત્તમભાઈની 2022માં અસર રાજકીય વિશ્લેષકના મતે પરસોત્તમભાઈ બહાર નીકળે એટલે અસર જરૂર થાય છે. પશ્ચિમ બેઠકની વાત કરીએ તો, રાજુ સોલંકીને આપે ટિકિટ આપવામાં આવી છે. આમ આપ અને કૉંગ્રેસમાં જતા કોળી સમાજના મતદારોનો ફાયદો પરસોત્તમભાઈની અસરને કારણે ભાજપને જરૂર કરાવી શકે. ગુજરાતમાં કોળી સમાજમાં (Koli Community in Gujarat) તેમની પ્રતિષ્ઠા છે.

બેઠકો વધી શકે છે સૌરાષ્ટ્રની 34 બેઠકમાં 2017 દેખાવ કંગાળ થયો હતો, પરંતુ આ વર્ષે વિરોધ વચ્ચે પણ અહીંયા બેઠકો વધી શકે છે. મોંઘવારીનો મુદ્દો જરૂર અસર કરશે કારણ કે ગેસ સિલિન્ડરના ભાવ અને અન્ય મોંઘવારી ગૃહિણીઓને નડી રહી છે. આ સાથે ભ્રષ્ટાચારનો મુદ્દો પણ અસર કરતા છે. ભાજપ માટે આ કપરા ચઢાણ હોઈ શકે છે. પરષોત્તમભાઈના સ્વાસ્થ્યને પગલે તેમના દીકરા દિવ્યેશભાઈ પ્રચારમાં જાય તો અસર જરૂર થશે. કારણ કે જે અસર પરસોતમભાઈની મતદારોને માનસિક રીતે થતી હોય છે તે નહીં જોવા મળે. થોડી ઘણી અસર પરસોત્તમભાઈ પ્રચારમાં ન જાય તો જોવા મળે.

Last Updated : Nov 14, 2022, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.