ભાવનગરઃ શહેરના મેઘાણી ઓડિટોરિયમની આર્ટ ગેલેરીમાં ખોડીદાસ આર્ટ ફાઉન્ડેશન દ્વારા ફોટો એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેમાં ભાવનગરના પ્રસિદ્ધ ફોટોગ્રાફર અમુલ પરમાર અને બીજા ફોટોગ્રાફરના ફોટોઝને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ફોટોગ્રાફીના શોખીન અને પ્રોફેશનલ્સ આ ફોટો એક્ઝિબિશનની મુલાકાત લઈ રહ્યા છે.
આજે દરેક વ્યક્તિ ફોટોગ્રાફરઃ પહેલા ફોટોગ્રાફી માટે ખાસ પ્રકારના કેમેરાની આવશ્યક્તા હતી. આજે જેના હાથમાં મોબાઈલ છે તે ફોટોગ્રાફર બની શકે છે. ફોટોગ્રાફી પ્રોફેશન પણ મોબાઈલ આવી ગયા બાદ બહુ બદલાઈ ગયું છે. આજે ફોટોગ્રાફી માત્ર એક કેમેરાથી થતો વ્યવસાય નથી.
ગઈકાલના ફોટોગ્રાફર અને આજના ફોટોગ્રાફરમાં બહુ મોટો ફર્ક આવી ગયો છે. હવે ડિજિટલાઇઝેશનનો યુગ આવી ગયો છે. જો તમે સમય સાથે અપગ્રેડ નહીં થાવ તો નહી ચાલે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે. તમારે તેનાથી આગળ વધવાનું છે. અંબરેલા સાથે, સીનોમોટોગ્રાફી સાથે અને ગ્રાઉન્ડ સાથે જે લોકો સમય મુજબ કામ નહીં કરે તો કામ નહીં મળે. આજે ફોટોગ્રાફી સાથે આર્ટ પણ જોડાઈ ગયું છે. આધુનિક સાધનો છે જે તેમાં પાછા પડે છે તે તેમાં પાછળ રહી જાય છે. જ્યાં ફોટોગ્રાફી પૂર્ણ થાય તેના પછી 10 ડગલા આગળ સોફ્ટવેર આવી ગયા છે એટલે તેનાથી આગળ તમારે વિચારવું પડશે ફોટોગ્રાફી વ્યવસાયમાં ટકવા માટે આજના સમયમાં...અમુલ પરમાર(પ્રસિદ્ધ ફોટોગ્રાફર, ભાવનગર)
સાધનની સાથે સાધ્ય પણ જરુરીઃ એક સમયે સાદો કેમેરો લઈને થોડું ઘણું પણ ફોટોગ્રાફી જાણતો વ્યક્તિ વ્યવસાય ચલાવી શકતો હતો. રોલવાળા કેમેરાઓ આજે રહ્યા નથી. આધુનિક મોબાઈલ સાથે આધુનિક કેમેરાઓ પણ આવી ગયા છે. પરંતુ આમ છતાં ફોટોગ્રાફીના ક્ષેત્રે કોણ ટકી રહ્યું છે તેને લઈને શ્રેષ્ઠ ફોટોગ્રાફર અમૂલભાઈ પરમારે જણાવ્યું હતું કે, આજે કોનો જમાનો છે? તમારી પાસે સાધન છે પણ કામ કોણ કરે છે ? કેમેરા પાછળ રહેલો સાધ્ય કામ કરે છે, તમે જે સાધના કરી તે કામ કરે છે. ગમે તેટલા સારા સાધન હોય કામ નથી આવતા કે કામ નથી કરી શકવાના. જ્યાં સુધી તમારી પાસે સાધના નથી. સારી લાઈટો, સાધનો કામ નથી કરવાના તમારી પાસે આર્ટિસ્ટિક નજર જોઈએ. સારા કેમેરા જોઈએ, પહેલા એક કેમેરાથી કામ થતું હતું. આજે જમાનો પૂરો બદલાયો છે જેની પાસે સાધના છે અને તેની સાથે આર્ટ જોડી શકે છે તે બજારમાં ટકી શકે છે. જેથી આજે બજારમાં ખૂબ ઓછા લોકો રહી ગયા છે. પહેલા 15 થી 20 હજારમાં કામ થતું હતું. આજે 1 લાખથી વધુના કામો મળી રહ્યા છે.