મળતી માહિતી નગરપાલીકાની ખાલી કચેરીમાં જ્યારે સ્થાનિક મહિલાઓ બ્લોક પેવરનું કામ જલ્દી પૂર્ણ થાય તેની રજૂઆત કરવા પહોંચી હતી ત્યારે ત્યા કચેરીમાં વીજળીના ઉપકરણો ચાલુ મળ્યા હતા.
જે બાદ મહિલાઓએ વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, પોતાના વિસ્તારમાં બ્લોક પેવરનું કામ જલ્દી પૂર્ણ થાય તે માટે રજૂઆત કરવા તેઓ પાલીકા કચેરી ગયા હતા પરંતુ પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખની ગેરહાજરીમાં ખાલીરૂમના તમામ વીજળી ઉપકરણો ચાલું હતા. તેથી સ્થાનિક મહીલાઓએ કચેરીનો વિડીયો બનાવી સોસિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયો વાઇરલ થતા સમગ્ર ઘટનાને પગલે પાલીતાણા શહેરમાં આ વિડીઓની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી.