ભાવનગર : આજે 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઈટીવી ભારતે એ ગઝલના લેખક નાઝિર સાવંત સાથે ખાસ વાતચીત કરી હતી. પાઠ્યપુસ્તકની સ્પષ્ટ ભાષાનું ઉચ્ચારણ વધ્યા બાદ તળપદી ગુજરાતી ભાષા ગામડાંઓ સિવાય સાંભળવા મળતી નથી. આજની ગુજરાતી ફિલ્મો ,શિક્ષણ જગત,લોકસાહિત્ય ડાયરાઓ વગેરે પર નાઝિર સાવંતે ગુજરાતી ભાષા દિવસે શુ કહ્યું જાણીએ.
ભારતમાં જે ભાષા ગુજરાતી બોલાય છે તેમાં છઠ્ઠા ક્રમે : નાઝિર સાવંત સાથે વાતચીત કરતા તેમણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ એટલે કવિ નર્મદની જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં છઠ્ઠા ક્રમે બોલાતી ગુજરાતી ભાષા આજે ખૂણે ખૂણે જ્યાં ગુજરાતી વસે ત્યાં પહોચી ગઈ છે. આજના દિવસે ગર્વની ભાવના અનુભવાય છે.
ગુજરાતી ભાષાના આ પર્વે હું ખલીલ ધનતેજવીનો એક શેર રજૂ કરીશ. "વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી". આપણે આટલી સમૃદ્ધ વૈભવશાળી ગુજરાતી ભાષાનો દિવસ ગુજરાતી સાહિત્યના નામાંકિત કવિ વીર નર્મદને નવાજવામાં આવ્યા છે. તેમના જન્મદિવસને ગુજરાતી ભાષા દિવસ પસંદ કરવામાં આવ્યો છે, તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે...નાઝિર સાવંત (ગઝલકાર)
નવી રચનાઓ અને મૂળ ગુજરાતી તળપદી ભાષા ક્યાં : ગુજરાતી ભાષા દિવસ નિમિતે ગઝલકાર નાઝિર સાવંતે જણાવ્યું હતું કે નવી રચનાઓનું સર્જન ખૂબ ઓછું છે. ડાયરામાં જે પીંગળ ઉપર ચાલતી જૂની રચનાઓ લોકાભિમુખ થઈ ગઈ છે, તેના કારણે ડાયરો અધૂરો ગણાય છે. જૂની રચનામાં સમય વ્યતીત થઈ જાય છે એટલે નવી રચનાઓ લોકો સુધી પ્રચલિત થઈ શકતી નથી. ગુજરાતી ભાષા જે આપણે પાઠ્યપુસ્તકમાંથી શીખીને વ્યવહારમાં બોલીએ છે તે અને જે એનું મૂળ છે તળપદી ભાષા તેની વચ્ચે ભિન્નતા છે. તળપદા શબ્દો આજે ગામડાઓ વચ્ચે રહી ગયા છે. પાઠ્યપુસ્તકમાં તળપદી ભાષાને શીખવવા જોઈએ અને તેનો સમાવેશ થવો જોઈએ.
ગુજરાતી ભાષા માટે શું કરવું અને ગુજરાતી ફિલ્મમાં ક્યાં : ગુજરાતી ભાષા વિશ્વ દિવસ નિમિત્તે નાઝિર સાવંતે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતી ભાષાને લઈને આજે વધુ કશું કરવાની જરૂર નથી. આજે આપણે વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયા છીએ. નરસિંહ મહેતા જેવી ફિલ્મ બનીને ઓસ્કારમાં છેલ્લા શોમાં ફિલ્મ જતી હોય તે આપણે પ્રગતિ છે. આપણો વારસો આપણે સાચવવાનો છે. વિશેષ કરવાની જરૂરિયાત રહેતી નથી. ગુજરાતી ફિલ્મોમાં જે તળપદી ભાષા આવતી હતી તે હવે જોવા મળતી નથી. 1970 થી 1990 ના બે દાયકા હતા, જેમાં ગુજરાતી ફિલ્મોમાં તળપદી ભાષાઓ જોવા મળતી હતી. રમેશ મહેતા જેવા ફિલ્મ કલાકાર તેનું ઉત્તમ ઉદાહરણ હતા. આજની ગુજરાતી ફિલ્મો ગુજરાતી માટે વધુ યોગદાન આપી શકે તેના માટે હું સમર્થક નથી ગણતો.