ETV Bharat / state

Sir T Hospital Controversy : 200 કરોડની નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરુ ન થવાનો વિવાદ, શક્તિસિંહ ગોહિલનો પ્રહાર - શ્વાન

ભાવનગર સર ટી હોસ્પિટલ અણધડ વહીવટમાં સમસ્યા હોસ્પિટલ બની ગઈ છે. જૂનું બિલ્ડીંગ જર્જરિત હોવાથી બંધ કરાયું છે અને નવું 200 કરોડનું બિલ્ડીંગ શરૂ કરવામાં આવતું નથી. કૂતરાં આંટાફેરા મારે છે. ત્યારે કોંગ્રેસે પ્રહાર કર્યો છે. હોસ્પિટલની હાલની સ્થિતિ અને નવી બિલ્ડીંગ બંધ મુદ્દે વધુ વિગત જાણીએ.

Bhavnagar News : 200 કરોડની નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરુ ન થવાનો વિવાદ, શક્તિસિંહ ગોહિલનો પ્રહાર

author img

By

Published : Aug 16, 2023, 6:30 PM IST

Updated : Aug 16, 2023, 9:19 PM IST

હોસ્પિટલ બની સમસ્યાઓનો અડ્ડો

ભાવનગર : ભાવનગર શહેરની સૌથી મોટી સર ટી હોસ્પિટલમાં સમસ્યાઓ ખૂટતી નથી. ત્યારે નવી બનેલી 200 કરોડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર હોવા છતાં પણ શરૂ કરવામાં આવી નથી. જૂની હોસ્પિટલમાં કૂતરાં આટાફેરા મારે છે તેમજ અન્ય નાની-મોટી સમસ્યાઓ દર્દીઓ ભોગવતા આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પણ કાર્યક્રમ આપીને વિરોધ વ્યક્ત કર્યો છે. જો કે સમગ્ર પરિસ્થિતિ પાછળના કારણોને લઇ ઈટીવી ભારત દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  • ભાવનગરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બન્યાને દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો. કરોડો રૂપિયાના અદ્યતન સાધનોની ખરીદી કરી લેવામાં આવી, જેની ગેરેન્ટી અને વોરંટી પણ ઉપયોગ કર્યા વગર જતી રહી. સરકાર જણાવે કે, શા માટે હજુ સુધી આ હોસ્પિટલ શરૂ કરવામાં નથી આવી ?
    ભાવનગરને… pic.twitter.com/RFd21tzEDz

    — Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તાત્કાલિક સારવાર વિભાગ બન્યો કૂતરાંઓનો અડ્ડો : ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ અમરેલી, બોટાદ અને ભાવનગર સહિત ઉના સુધીના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. સમસ્યાઓનો ખજાનો સામે આવતો રહ્યો છે. ક્યારેક સ્ટ્રેચર નથી હોતા તો ક્યારેક સ્વાનના પગલે, તો ક્યારેક ડોક્ટરના અભાવે દેકારો થતો આવ્યો છે. હાલમાં તાત્કાલિક સારવાર કેન્દ્રમાં બિન્દાસ આંટા ફેરા મારીને શ્વાન આરામ ફરમાવે છે. જો કોઈ વ્યક્તિ પ્રવેશવાની કોશિશ કરે તો સિક્યુરિટી તેને રોકે છે ત્યારે આ શ્વાન સામે તંત્ર લાચાર હોય તેવું લાગે છે. હાલમાં થોડા દિવસ પહેલા સર ટી હોસ્પિટલના બિલ્ડીંગ બહાર બીમાર વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો અને હોસ્પિટલના સત્તાવાહકો અજાણ હતા. ત્યારે શ્વાન દ્વારા તેનું મોઢું ફાડી ખાવામાં આવ્યું હતું. આ ઘટનાને પણ દબાવી દીધી હોવાની ચર્ચા જાગેલી છે.

ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનાવેલી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દોઢ વર્ષથી તૈયાર પડી છે.નિર્માણ કરીને પણ શરૂ નથી કરવામાં આવી. સુપર સ્પેશિયાલિસ્ટ નહીં મળવાને કારણે આ રીતે હોસ્પિટલ બંધ રાખી મૂકવી પડે તેવા કયા કારણો હોઈ શકે? એક બે સ્પેશિયાલિસ્ટ ન હોય સમજી શકાય પરંતુ અત્યાર સુધી સરકારે શું કર્યું તે લોકોને જણાવવું જોઈએ, હું ભાવનગરનો વતની છું અને ભાવનગરવાસીઓએ મને ચૂંટીને મોકલેલો છે માટે મારે આ કહેવાની ફરજ બને છે...શક્તિસિંહ ગોહિલ (પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ)

જૂનું બિલ્ડીંગ બંધ : ભાવનગર શહેરમાં 100 વર્ષ પહેલા સર ટી હોસ્પિટલની સ્થાપના તખ્તસિંહજી મહારાજાએ કરી હતી. જે બિલ્ડીંગ અડીખમ ઊભું છે. પરંતુ ત્યારબાદ બાંધવામાં આવેલું 15 વર્ષ જૂનું સાત માળનું બિલ્ડીંગ જર્જરિત થતા તેને તોડી પાડવાના આદેશો થયા છે. જેના પગલે દરેક પ્રકારના હોસ્પિટલના વિભાગો હવે જૂના બિલ્ડીંગમાં અને અન્ય નાનામોટા આજુબાજુની ઇમારતોમાં વિભાગોને ખસેડવામાં આવ્યા છે. લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે દર્દીના સગાંવહાલાઓને સ્ટ્રેચરમાં લઈ જવા પડે છે અને હાથમાં જ બાટલો પણ પકડવો પડે છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને સરકાર સામે પ્રહાર કરાયો છે.

મહારાજાએ બનાવેલી હોસ્પિટલના બિલ્ડીંગને કાંઈ નહીં પણ બાજુમાં બનેલું 15 વર્ષમાં તૂટી પડ્યું છે. હોસ્પિટલમાં કૂતરાંનો ત્રાસ છે. થોડા દિવસ પહેલા એક મૃત યુવાનનું મોઢું ખાઈ ગયાં અને મામલાને દબાવી દેવામાં આવ્યો. 200 કરોડનું બિલ્ડીંગ તૈયાર છે, પણ સ્ટાફ અને ટેક્નિશયનના કારણે હોસ્પિટલ બંધ રાખવી. અમને લાગે છે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેનો લાભ લૂંટવા લોકોની વાહ વાહ મેળવવા ક્યાંક ઉદ્ઘાટન બાકી રાખ્યું છે. આ ગામના કેન્દ્રના સ્વાસ્થ્યપ્રધાન હોય ત્યારે ક્યાંક આરોગ્યની સાથે ચેડાં થઈ રહ્યા છે...પ્રકાશ વાઘાણી (પ્રમુખ, શહેર કોંગ્રેસ,ભાવનગર)

સર ટી હોસ્પિટલ રામ ભરોસે : ભાવનગર શહેરની હોસ્પિટલના મુખ્ય વડા સુપરિન્ટેન્ડન્ટ કહેવામાં આવે છે જે આશરે છેલ્લા દસ પંદર દિવસની રજા ઉપર હોવાથી ઇન્ચાર્જમાં સુપ્રિટેન્ડન્ટ કામ ચલાવી રહ્યા છે. RMO લાંબી રજા ઉપર હોવાથી ઇન્ચાર્જ આરએમઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે.આ પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં કોઈપણ બાબતે નિર્ણય કરી શકે તેવા સક્ષમ અધિકારી હાજર નથી. જો કે આ મામલે ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ સુશીલ ઝાએ જણાવ્યું હતું કે શારીરિક અસ્વસ્થતાના પગલે બીમાર હોવાથી સુપરિન્ટેન્ડન્ટ રજા ઉપર છે અને આવતીકાલે આવી જશે. જ્યારે આરએમઓ લાંબા સમયની રજા ઉપર ગયા છે. શ્વાનની ઘટના અમારા સામે આવી નથી. અમારા સામે જે રજૂઆત આવે છે તેની અમે તાત્કાલિક નિરાકરણ કરીએ છીએ.

જૂની હોસ્પિટલમાં કૂતરાં આટાફેરા મારે છે
જૂની હોસ્પિટલમાં કૂતરાં આટાફેરા મારે છે

સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ વિશે શક્તિસિંહ ગોહિલનું ટ્વીટ : ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલના સંકુલમાં 200 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. જો કે ઘણા સમયથી નિર્માણ થયા બાદ શરૂ નહીં થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વિટ કરીને સરકાર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરી દેવાયો છે. ત્યારે હોસ્પિટલ શરૂ નહીં કરવા મુદ્દે મેડિકલ કોલેજના ડીન હેમંત મહેતાએ જણાવ્યું હતું કે હોસ્પિટલનું નિર્માણ 200 કરોડના ખર્ચે થયું છે. 190 જેટલા બેડ છ વિભાગને હેઠળ આવવાના છે. ન્યુરોલોજી, ન્યુરોસર્જરિસ્ટ, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી અને યુરોલોજી જેવા સુપર સ્પેશિયાલિસ્ટ અહીંયા સારવાર આપવાના છે. જો કે હાલમાં સાધનો આશરે 70 કરોડને હજુ કેન્દ્ર સરકાર તરફથી મળ્યા નથી. તેમ જ રાજ્ય સરકાર તરફથી નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ પણ મળવા પાત્ર થયો નથી. આ મુદ્દે સરકાર તરફથી ક્યારે સાધનો અને સ્ટાફ મળશે તેની સરકારમાં ચર્ચા ચાલુ છે. કોઈ ચોક્કસ કહી શકાય નહીં કે હોસ્પિટલ ક્યારે શરૂ થશે.

  1. Vehicle Scrapping Policy : વ્હીકલ સ્ક્રેપ યાર્ડમાં વટાણા વેરાયા ? સ્ક્રેપ યાર્ડ માટે MOU કરનાર કંપનીઓ રૂખ બદલ્યો
  2. Bhavnagar News: મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ડૉક્ટર્સની સંખ્યા વધારવા માટે મોદી સરકાર હોલિસ્ટિક એપ્રોચથી કાર્ય કરે છે
  3. Bhavnagar News: ભાવનગરમાં પરેડ કરી ઘરે પહોંચ્યા બાદ મહિલા કોન્સ્ટેબલનું હાર્ટએટેકથી મોત

Last Updated : Aug 16, 2023, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.