ભાવનગર : ભાવનગર શહેરના ટાઉનહોલ ખાતે કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહસોલંકી ઉપસ્થિત રહ્યા હતાં. કોંગ્રેસના કામોની ગણતરી દર્શાવીને ડમી ઉમેદવાર કૌભાંડ મામલે આકરા પ્રહાર કર્યા હતાં.
સરકારની નીતિ સામે પ્રહાર : ભાવનગર કોંગ્રેસની યોજાયેલી કારોબારીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સમગ્ર પ્રદેશની ટીમ ઉપસ્થિત રહી હતી. જગદીશ ઠાકોરે એપ્રિલની કામગીરી અને મેં માસમાં બાયો ચડાવીને વિદ્યાર્થી મામલે સરકારને ઘેરવાના પ્લાન તૈયાર કરી લીધો છે. જ્યારે ડમી ઉમેદવાર કૌભાંડ મામલેને પગલે યુવરાજસિંહની બાબતે સરકારની નીતિ સામે પણ પ્રહાર કર્યો હતો.
આ પણ વાંચો Gujarat Congress Protest : ગુજરાત કૉંગ્રેસના સરકાર પર આક્ષેપ, લોકશાહીને ખતમ કરી નાખી
કોંગ્રેસનો એપ્રિલ કારોબારી માસ હિસાબી મહિનો : ભાવનગર શહેરમાં તાલુકા કોંગ્રેસની કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોર તાલુકાની કારોબારીમાં હાજરી આપીને આગામી 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી વિશે માર્ગદર્શન આપ્યું હતું. જો કે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસે 15 એપ્રિલથી 25 એપ્રિલ વચ્ચે દરેક 33 જિલ્લાઓમાં કારોબારી આયોજન કર્યું છે. જેમાં એપ્રિલ મહિનાના નક્કી કરેલા કાર્યક્રમમાં ગોઠવાઈ ગયા બાદ આગામી 2024ને લઈને કોંગ્રેસની કામ કરવાની નીતિ અને કઈ રીતે ચૂંટણી લડવી તેનું માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ ઘડાઈ ગયો છે.
ડમીકાંડ મધ્યપ્રદેશના ઘોટાલા કરતા મોટું : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ડમીકાંડને લઇ આક્ષેપ કર્યો હતો કે ડમીકાંડ જે રીતે થયું તે જોતા મધ્યપ્રદેશના વ્યાપમ ઘોટાલા કરતા વ્યાપક ડમીકાંડ હોઈ છતાં સરકાર આ કેમ બની રહ્યા છે તે શોધતી નથી. 27 27 પેપર ફૂટ્યા એના પકડાયેલા એક પણ શખ્સો સામે એવો ગુન્હો નથી નોંધ્યો કે એવી કડક સજાઓ નથી થઈ કે વિદ્યાર્થીઓને ભરોસો બેસે કે આ સરકાર ગંભીર છે. ભાઈ યુવરાજસિંહ જે રીતે કૌભાંડ બહાર લાવ્યા અને પછી જે એપિસોડ થયો પૈસા લીધાને એ બધું થયું જ. બે ચાર મીડિયાને સાથે રાખી એવી રીતે તપાસ કરોને કે ગુન્હેગારોને સજા થાય.
આ પણ વાંચો Dummy Scandal: ભાવનગર ડમીકાંડમાં વધુ પાંચ નવા આરોપી ઝડપાયા, એક આરોપીએ ડમી તરીકે 10 પરીક્ષાઓ આપી
કોંગ્રેસ મે મહિનામાં અવાજ ઉઠાવશે : જગદીશ ઠાકોરે જણાવ્યું કે 17 લાખ લોકોએ ફોર્મ ભર્યા અને એમાંથી 40 ટકા લોકોએ પરીક્ષા આપી એટલે 60 ટકા લોકોને ભરોસો ઉઠી ગયો. આ ભરોસો ઉઠી ગયેલા બેરોજગાર યુવાનોને પગલે કોંગ્રેસ મે મહિનામાં અવાજ ઉઠાવશે. જે કાંઈ બનાવો બની રહ્યા છે ડરાવવાની, ધમકાવવાની જે સરકારની સામે કોઈ અવાજ ઉઠાવે નહી સવાલ કરે નહી તે નીતિ બની રહી છે. ત્યારે ગુજરાત નહીં સમગ્ર દેશમાં જે આવા બનાવો બની રહ્યા છે તેની સામે રાહુલજીએ નારો આપ્યો છે "ડરો નહીં લડો".