ભાવનગર : દેશમાં ગટર સાફ કરવા માટે કોઈ પણ વ્યક્તિને ગટરમાં ઉતારીને કામ કરવા પર મનાઈ ફરમાવી છે. પરંતુ પૈસાની લાલચમાં અને પૈસાની તંગીમાં કેટલાક કામદારો મજબtર બને છે જેનો ફાયદો ઉઠાવનારા હો/ છે. ભાવનગર શહેરમાં ગટર નહિ પણ સ્ટોર્મ લાઈનમાં કામદાર ઉતારવામાં આવ્યા ત્યારે મહાનગરપાલિકા સ્ટોર્મ લાઇન કહી છટકબારી દર્શાવી રહી છે. પરંતુ શું આ સ્ટોર્મ લાઈનને ગટર લાઇન સાથે સીધો સંબંધ નથી. કાયદાનો અનાદર કરવા માટે ગોળ ગોળ બહાના હેઠળ ગેરકાનૂની કામગીરી થતી હોય છે?
સ્ટોર્મ લાઈનમાં મજૂરોનું ઉતરી રહ્યાં છે : ભાવનગર શહેરમાં આનંદનગર વિસ્તારમાં હાલમાં ભાવનગર મહાનગરપાલિકાએ પ્રીમોન્સૂન કામગીરી માટે ટેન્ડરો વગેરે કરીને કોન્ટ્રાક્ટ આપી દીધાં છે. સ્ટોર્મ વોટર લાઇન જેમાં ખાસ કરીને વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે તેને ચોમાસા પહેલાં સાફસફાઇ કરવામાં આવે છે. જેમાં ભાવનગરમાં કોન્ટ્રાકટરના મજૂરો સ્ટોર્મ વોટર લાઇન અંદર ઊતરતાં જોવા મળી રહ્યાં છે અને તેઓ અંદરથી કચરો,રેતી વગેરે ગાળ કાઢી રહ્યા છે.
આનંદનગર વિસ્તારમાં થઇ રહી છે કામગીરી : ગટરમાં ઉતરવા પર સુપ્રીમ કોર્ટ દ્વારા સફાઈ કામદારોની સલામતીને લઇને માટે મનાઈ ફરમાવેલી છે. તેવામાં આનંદનગર વિસ્તારમાં સફાઈ કામદારો ગટરમાં નહીં પણ કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની સ્ટોર્મ વોટર લાઇનમાં અંદર ઉતરીને કામ કરી રહ્યા છે. શું આ કામગીરી જોખમી છે ? શું આ કામગીરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ગેરકાનૂની છે ? તે વિશે અધિકારી સાથે વાત કરી હતી.
પ્રીમોન્સૂન કામગીરીમાં ગત વર્ષે 55 લાખ અંદાજે હતાં. આ વર્ષે તમામ વોર્ડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. છ વોર્ડમાં ઓનલાઈન અને 7 વોર્ડમાં ઓફલાઇન ટેન્ડર મંજુર થયા છે. 13 વોર્ડના મળીને 1.32 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આપણે પ્રીમોન્સૂન કામગીરીમાં સ્ટોર્મ ડ્રેનમાં ઉતારી શકીએ છીએ કારણ કે તેમાં પાણી હોતું નથી. રેતી કચરો અને ગાળ હોય જે માણસો દ્વારા કાઢવામાં આવે છે. પાણી ચોમાસામાં ભરાય નહીં તેવો પ્રયત્ન હાલ કરીયે છીએ... કે. એચ. ઝાપડીયા (અધિકારી, ડ્રેનેજ વિભાગ,ભાવનગર મહાનગરપાલિકા)
કામદાર સંઘ સ્ટોર્મ લાઈનમાં ઉતરવા મુદ્દે શું કહે છે : ભાવનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર માટે મહેકમ આશરે 1500 થી 1600 સફાઈ કામદારોનું નક્કી કરાયેલું છે. પરંતુ મહાનગરપાલિકા પાસે માત્ર 1200ની આસપાસ સફાઈ કામદારો છે. તેમાં પણ કેટલાક કામ આઉટ સોર્સીગથી કામ આપી દેવામાં આવેલા છે. ત્યારે પ્રીમોન્સૂન કામગીરી મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટથી કરાવી રહી છે. જો કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે કે કોઈપણ સફાઈ કામદારને ગટર લાઈનમાં ઉતારવો નહીં. પરંતુ અહીંયા વાત સ્ટોર્મ લાઈનની છે. જેને લઈને સફાઈ કામદાર સંઘએ પણ રોષ વ્યક્ત કર્યો હતો કે જો કોઈ પણ વ્યક્તિને સ્ટોર્મ લાઈનમાં ઉતારવામાં આવતો હોય તો એ ગેરકાનૂની છે.
સ્ટોર્મ લાઇન કે ગટર લાઈનમાં કામદારને ઉતારી શકાતો નથી. ગટર કે સ્ટ્રોમ લાઈનના ઢાંકણા બંધ હોય એટલે અંદર ગેસ ઉત્પન્ન થવાનો છે. તો ઘણી સ્ટોર્મ લાઇનને ગટર લાઈનમાં પણ ભેળવી દેવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગટર લાઈનનું કામ સાધનો મારફત કરાવવું જોઈએ. જો કે અત્યાર સુધીમાં ડ્રેનેજમાં ઉતરવાથી 8 થી 10 જેટલા લોકો ગેસ ગળતરના કારણે મૃત્યુ પામી ચૂકેલા છે. કોઈ સાધનને આપવામાં આવતા નથી અને હાલમાં પણ કોઈ સાધન છે નહીં. કોઈ પણ સફાઈ કામદારને પણ સાધન આપવામાં આવતા નથી...જીવણભાઈ ચૌહાણ (પ્રમુખ,સફાઈ વિભાગ,ભારતીય મજદૂર સંઘ)
લોટપાણીને લાડવા જેવી સ્થિતિમાં થાય છે કામ : ભાવનગર મહાનગરપાલિકાની હાલની પ્રીમોન્સૂન કામગીરી એક કરોડ ઉપરના ખર્ચા સાથે થવાની છે. ત્યારે કોન્ટ્રાક્ટ થી કે આઉટસોર્સીગથી આપવામાં આવતા કામમાં અધિકારીઓના આંખ ખાડા કાન કહો કે પછી જે સમજો તે. કામગીરી કરાવવા માટે કોન્ટ્રાક્ટર અથવા તો આઉટસોર્સિંગ જેવી કંપનીઓ લોટ પાણી અને લાડવા જેવી નીતિ અપનાવી રહી છે. ભાવનગરમાં સ્ટોર્મ લાઈનમાં ઉતારવામાં આવેલા માણસો મજૂર જ હતાં. ત્યારે મહાનગરપાલિકા સ્ટોર્મ લાઇનના નામે છટકબારી શોધી રહી છે. પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને લઈને આમાં શું ગાઈડલાઈન છે તે પણ જાણવું જોઈએ કારણ કે આ સવાલ માણસની જિંદગીનો છે.